બ્રાઝીલના: નંદીની જગ્યાએ ગીર ગાયનાં ઓરીજીનલ નંદીના સીમેનને મહત્વ આપવું જોઈએ: દિલીપભાઈ તંતી સાશ્વત ગૌશાળા

કેન્દ્ર સરકારે ૧ લાખ ગીર ગાયનાં સીમેન ડોઝ મંગાવવાનું નકકી કરતા તેની ઓરીજનલ નસલ નષ્ટ થવાની આશંકા વ્યકત કરતા ગોપાલકો

આપણી ભારતીય સંસ્કૃતિનાં ગાયને આપણે માતાનો દરજજો આપ્યો છે. ગુજરાત-સૌરાષ્ટ્રની આન, બાન અને શાન ગણાતી ગીર ગાયનો કયાંય જોટો જડે તેમ નથી. જોકે ભારત સરકારનાં પશુપાલન વિભાગ દ્વારા બ્રાઝીલથી આયાત થનારા એક લાખ ગીર બુલના સીમેન ડોઝીઝથી ભારતની મુળભુત દેશી શુઘ્ઘ્ ગીર તથા અન્ય ગૌનસલ પોતાની શુઘ્ઘ્તા ગુમાવે તે પહેલા આવા એમ્બ્રીઓ તથા સીમેન ડોઝીઝની ઈમ્પોર્ટ યોજનાને બંધ કરાવવા ખાસ કરીને કાઠિયાવાડ ગુજરાત અને સમગ્ર ભારતનાં ગોપાલકોએ વિરોધ નોંધાવ્યો છે. આ તકે ગીર અને કાંકરેજ ગોપાલક સહકારી સંઘ લી. દ્વારા એક પત્રકાર પરીષદનું આયોજન કરાયું હતું.

આ પત્રકાર પરિષદમાં આચાર્ય ઘનશ્યામજી મહારાજ ભુવનેશ્વરી પીઠ ગોંડલ, સત્યજીતજી ખાચર જસદણ સ્ટેટ, રાઘવેન્દ્રસિંહજી જાડેજા ભાડવા સ્ટેટ, પ્રદિપસિંહજી રાઓલ, ભાવનગર, રમેશભાઈ ઠકકર શ્રીજી ગૌશાળા, લાલદાસબાપુ લાલપરી, મેલડી માતા ગૌશાળા, બી.કે.આહિર પ્રમુખ ગીર બ્રિડર એસો. દિલીપભાઈ તંતી શાશ્વત ગૌશાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ગીર ગાયની વસ્તી આશરે ૧૬ હજારની છે. અગાઉ બ્રાઝીલમાં ૧૮૨૬માં આફ્રિકન ગૌવંશનું પ્રથમ ધણ બ્રાઝીલમાં વસાવવામાં આવેલ પરંતુ આ ગૌવંશનું ઉપાર્જન સંતોષકારક ન હતું. એવી માહિતી છે કે, આવનાર દોઢ મહિનામાં કેન્દ્ર સરકાર ૧ લાખ ગીર ગાયના સીમોન ડોઝ મંગાવશે.

સારા પ્રકારના નંદીની સંખ્યા વધે અને સારી ઓલાદના ગીર પશુનું ઉત્પન્ન થાય તે માટે સરકાર દ્વારા આ કાર્ય હાથ ધરાયું છે. આ અંગે વધુ જણાવતા જસદણ સ્ટેટના સત્યજીતજી ખાચરે કહ્યું કે, બ્રાઝિલથી જે સીમોન ડોઝ મંગાવવાનું નકકી કરાયું છે તે અનરીલેટેડ જીન છે. તેનું પ્રોડકશન ઘટી ગયું છે. તે દેખાય છે તો ગીર નસ્લનાં પણ જુદા છે. મતલબ એવો થાય છે આપણી અસલી ગીર છે અને બ્રાઝિલમાં મેન્યુફેકચર ગીર છે તે જીનેટીકલી બ્રાઝિલીયન ગીર નથી. જો આ સીમોન ડોઝની આયાત કરાશે તો ગીર ગાયોને નુકસાન થવાની ભીતિ છે. હાલ બ્રાઝીલમાં જોવા મળતું ભારતીય ગૌવંશ સમિતિ પૂર્વજોમાંથી ઉત્પન્ન થયેલ છે. બ્રાઝીલ દ્વારા ૮ લાખ ગૌવંશ યુરોપમાંથી પણ મંગાવવામાં આવેલ. હાલ ભારતમાંથી લગભગ ૬૩૦૦ ગૌવંશ બ્રાઝીલ લઈ જવામાં આવેલ જેમાં ગીર, કાંકરેજ, નીભોર, રેડ સિંધી નસલની ગૌવંશ સામેલ કરવામાં આવી હતી.

જોકે, આપણે બ્રાઝીલનાં નંદીના સિમોનની જગ્યાએ ગીર ગાયના ઓરીજનલ નંધ્ીના સીમોનને પ્રોત્સાહન આપવું જોઈએ તેવું કહેતા સાશ્વત ગૌશાળાનાં દિલીત તંતી કહે છે કે, બ્રાઝિલથી જે સીમોન ડોઝ આવશે તેની કોઈ પ્યોરીટી નથી ત્યાં બધુ મિસક બ્લડ છે. એચએફ અને જર્સી ગાયનું મિકક્ષચર છે. મહત્વનું છે કે બહારથી જે સિમોન ડોઝ મંગાવાય છે તે ૧૨૦૦ થી ૧૫૦૦ ‚પિયામાં પડે છે પરંતુ અહીં આપણા અસલી નંદી સૌરાષ્ટ્ર ગીરમાં ઉપલબ્ધ છે. અહીં ઓરીજીનલ ગાય અને ઓરીજીનલ નંદી બંને મળી જશે અને સરકારને આ અંગે વારંવાર રજુઆત કરી છે અને કરતા રહીશું પરંતુ સરકાર જો નિર્ણય નહીં બદલે તો ઉગ્ર કાર્યક્રમો પણ આપીશું. આ તકે સૌરાષ્ટ્રનાં દરેક ગોપાલક અમારી સાથે છે.

મહત્વનું છે કે, થોડા વર્ષો પહેલા લુપ્ત થવાને આરે આવેલ ગીર નસલ ગીર ગાય બચાવો અભિયાન દ્વારા બચેલ છે. પરદેશી નંદીનાં સીમેન દ્વારા દુધ ઉત્પાદન સંતતિ મેળવવાની ખોટી લાલચમાં આપણે આપણા શુઘ્ધ ગૌવંશનાં અસ્તિત્વ ઉપર જોખમ ઉભુ કરી રહ્યા છીએ અને સમય જતાં નસલ પણ ગુમાવીશું તેવું આચાર્ય ઘનશ્યામજીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.