ગામે ગામ પાલખીયાત્રા, મહાપ્રસાદ, પૂજા-અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા: રામ મંદિરોમાં ભાવીકોની ભીડ
રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રવિવારે મર્યાદા પુ‚ષોત્તમ ભગવાન શ્રી રામની જન્મ જયંતી ર્આત રામ નવમીની ભારે ભક્તિભાવ સો ઉજવણી કરવામાં આવી હતી. ગામે ગામે ભવ્ય પાલખીયાત્રા નીકળી હતી. રામ મંદિરોમાં સવારી જ દર્શર્નો ભાવીકો ઉમટી પડયા હતા.
રાજુલા
રાજુલામાં વિવિધ મંદિરોમાં ધામધૂમી રામ નવમીની ઉજવણી કરવામાં આવી. રાજુલા વિસ્તારમાં આવેલ જવાહર રોડ રામજી મંદિર તા વિવિધ મંદિરોમાં બપોરના ૧૨:૦૦ કલાકે આરતી તા પંજરીની પ્રસાદી અપાય હતી. તેમાં ભેરાઈ ગામે આવેલ સ્વ.શેઠ ભગવાનદાસ ગોકળદાસ વોરા સપીત આઝાદી પૂર્વના રામજી મંદિરમાં પણ ભવ્ય અને દિવ્ય રીતે રામનવમીની ઉજવણી કરવામાં આવી. જેમાં ભેરાઈના સૌ રામભક્તો દ્વારા દર્શનનો અનેરો લાહવો લીધેલ હતો.
વિરપુર
શ્રી સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા આયોજીત રામનવમી મહોત્સવ-૨૦૧૮ ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ના સંતશ્રી ભક્ત રામબાપાની જગ્યા મેવાસા ભવ્ય ઉજવણી કરવામાં આવી આ શુભ પ્રસંગે પૂજ્ય સંતશ્રી રામબાપાની જગ્યાએ ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા રામનવમીના ના પાવન દિવસે પૂજ્ય ભક્ત રામબાપાના મંદિર ના પરિસર તેમજ વીકાસ કાર્યોનું લોકાર્પણ કાર્યક્રમ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું આ લોકાર્પણ કાર્યક્રમ માં પ્રવાસન મંત્રી ગણપતભાઈ વસાવા,ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા,રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા,જેતપુર મંત્રી જસુમતિબેન કોરાટ, રાષ્ટ્રીય પરિષદ સભ્ય મનશુખભાઈ ખાચરિયા વગેરે અગ્રણીઓ હાજર રહયા હતા. આ લોકડાયરા માં જ્ઞાતિરત્ન હાસ્ય સમ્રાટ લોકસાહિત્યકાર શ્રી ધીરુભાઈ સરવૈયા તેમજ પૂનમબેન રાઠોડ,પાયલબેન ગુજરાતી,વગેરે પોતાની કલા પીરસી હતી સાથે-સાથે સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ની ઓફીસીયલી વેબસાઈટ નું લોન્ચિંગ સમાજના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યુ હતુ. તેમજ સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત ના જુદા-જુદા ગામોમાંથી પૂજ્ય સંતશ્રી રામબાપા મંદિરે ભવ્ય શોભાયાત્રાઓ આવી પહોંચી હતી તેમાં પૂજ્ય રામબાપા ને બાવનગજ ની ધજા ચડાવાય હતી. સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના પૂજ્ય સંતશ્રી રામબાપા ની જગ્યામાં ભોજન – પ્રસાદ ની વ્યવસ્થા માટે અલગ-અલગ વ્યવસ્થા માટે સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન ગામે ગામના યુવાનો ખેડેપગે રહીને સેવા આપી હતી. આ રામનવમી મહોત્સવ માં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાનો જેમકે જ્ઞાતિરત્ન શ્રી ધીરુભાઈ સરવૈયા-ડિરેક્ટર શ્રી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી બોર્ડ નીગમ-ગાંધીનગર,તથા ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન ગુજરાત ના પ્રમુખશ્રી હશુભા વાગડીયા ખાસ હાજર રહ્યા હતા.
ધોરાજી
ધોરાજી ના સ્ટેશન રોડ પર આવેલ રામ મંદિરેથી ભક્તો ની ભારે ભીડ જોવાં મળી હતી તથા સવાર થી જ રામ ધૂન પુજા અર્ચના પાઠ જેવાં ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તથા રામ ધૂન મંડળ દ્વારા અખંડ રામ ધૂન કરવામાં આવી હતી અને કે ઓ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સાંજે ભવ્ય મેળા નું આયોજન કરવામાં આવે રામ ભક્તો તથા ધર્મ પ્રેમી જનતા એ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
સોમનાથ
સોમનાથ ખાતે આવેલા રામ મંદીરમાં પ્રથમ રામનવમી નીમીતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી. મંગળા આરતી નિત્ય પુજન શુંગાર આરતી બાદ નુતન ઘ્વજારોહણ કરવામાં આવેલ. મઘ્યાન્હ ૧ર કલાકે રામજન્મ વિશેષ પૂજા કરવામાં આવેલ જેમાં દાતા આનંદસિંઘ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમાર, ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી, પ્રભાસ પાટણ ગુરુકુળના માધવચરણ દાસજી સ્વામી સહીત ભકતોની ઉ૫સ્થિતિમાં કરવામાં આવેલ. જન્મની આરતી સમયે ત્રિવેણી તટ પર જયશ્રી રામ નો નાદ ગુંજી ઉઠેલ હતા. રામલલ્લા ને પારણે ઝુલાવી ભકતોએ ધન્યતાનો અનુભવ કરેલ હતો. આ પ્રસંગે ફરાળ પ્રસાદ વિતરણ માટે ભંડારાનું આયોજન કરવામાં આવેલ જેનો ભકતોએ બહોળી સંખયામાં લાભ લીધો હતો.
સાંજે ૪ કલાકે સુપ્રસિઘ્ધ સુંદર કાંડ શાસ્ત્રી જસ્મીનભાઇ દવે તથા સાથી વૃંદ દ્વારા રામમંદીર પરિસરમાં કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં શ્રઘ્ધાળુઓ જોડાયા હતા. રાત્રે ૯ કલાકે ભવ્ય લોકડાયરામાં સુપ્રસિઘ્ધ સુફી ગાયક ઓસમાણ મીર, લોકસાહિત્ય અને હાસ્યકાર રસીક બગથરીયા સહીત સાથી વૃંદ ભકતોને સાત્વિક આનંદની અનુભુતી કરાવશે.
ઉના
ઉનામાં ભગવાન રામના જન્મોત્સવની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રામજી મંદિરે સાંજે ૪ કલાકે શોભાયાત્રામાં મહંતો, ભાજપના આગેવાનો, હરીભાઈ સોલંકી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરસોતમ ઠુંમર તથા તેની ટીમ જોડાયા હતા. રામનવમીની શોભાયાત્રામાં ‘જયશ્રીરામ’ના નાદ સાથે દરેક યુવાનોએ નારા લગાવ્યા હતા. રામ મંદિરની શોભાયાત્રા મુખ્ય માર્ગો, બજારોમાં નિકળી હતી. આ પાલડીમાં ઉંટ, ઘોડા, ફોર વ્હીલ, ટુ વ્હીલર સાથે યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
કેશોદ
કેશોદ પ્રેસ કલબ તથા સ્વામિનારાયણ ગુ‚કુલ અક્ષયગઢના સંયુકત ઉપક્રમે આજે રામનવમીના પવિત્ર દિવસે કેશોદના આંબાવાડી ખાતે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળેલ હતી. આ શોભાયાત્રા દરમ્યાન શહેરની વિવિધ સામાજિક સંસ્થા દ્વારા ઠંડા પાણી અને કોલ્ડ્રીંકસના સ્ટોલ ઉભા કરાયા હતા. આ સ્ટોલ પર સંસ્થાના લોકોએ શોભાયાત્રામાં જોડાનાર ભાવિકોને આગ્રહપૂર્વક સરબતો પાઈ એક અનોખા પ્રકારની સેવા પુરી પાડી હતી. આ પ્રસંગે અન્ય સામાજિક સંસ્થાઓની જેમ કેશોદ પ્રેસ કલબે પણ વરિયાળીવાળું સરબત શોભાયાત્રા દરમ્યાન ભાવિકોને પીવડાવ્યું હતું. પ્રેસ કલબની આ સેવાકીય પ્રવૃતિને શહેરના સામાજિક આગેવાનોએ આવકાર્યું હતું અને તેમના આ સેવાકીય પ્રદાનની સરાહના કરી હતી.
ઓખા
ઓખામાં દર વર્ષની જેમ રામ લલ્લાના જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ રામ જન્મોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. બપોરે ૧૨ વાગ્યે ઓખા રામ મંદિરમાં રામ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામ લલ્લાને ખુલ્લા પડદે સ્થાનન કરાવી દુઘાભિષેક કરી મહાઆરતી કરવામાં આવી હતી બાદ નંદ ઉત્સવ નંદ ભયોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામભકતોએ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારબાદ રામ મંદિરે સમૂહ ફરાળ પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે બે વાગ્યે ઓખા રામમંદિરેથી શોભાયાત્રાનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે ઓખા વ્યોમાણી ધામથી શ‚ કરી એક સાથે રામ રથયાત્રા રેલીમાં જોડાયા હતા. આ રામ રથયાત્રામાં ધારાસભ્ય પબુભા માણેક સાથે નેપાળથી પધારેલા માં શકિત લીલાદેવી માતાજી પણ રહ્યા હતા. અહીં માતાજીની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટયા હતા. અહીં રામ મંદિર, લહેરી માતા મંદિરે ધ્વજારોહણનો વિશેષ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તમામ ભકતોએ સાંજની સમુહ પ્રસાદી સાથે લીધી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,