દારૂ પીવો તબિયત માટે હાનિકારક છે, આ વાત જાણવા છત્તા દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ પીવાઇ જાય છે. દારૂના બંધાણી કોઈ પણ ભોગે દારૂ પીવા ટળવળે છે. જોકે, કેટલાક લોકો શોખીનો પણ છે, જેઓ માત્ર શોખ ખાતર દારૂ પીવે છે.
તાજેતરમાં જ એક સ્થળે દારૂની બોટલની નિલામી થઈ હતી જેના રૂ. 39 લાખ ઉપજ્યા હતા. હોંગકોંગ ખાતે આ નિલામીમાં દારૂના શોખીનોએ ભાગ લીધો હતો. આ બોટલ 1948ની હતી. દારૂ જેટલો જૂનો તેટલા વધુ પૈસા ઉપજે છે તેવી કહેવત છે ત્યારે આ બોટલના રૂ.39 લાખ ઉપજતા લોકો ચોંકી ગયા હતા.
આ દારૂ (વિસ્કી) ખૂબ જૂજ પ્રમાણમાં મળે છે. દારૂ 72 વર્ષ જૂનો હતો, અધૂરામાં પૂરું નિલામી માટે મુકાયેલી 290 બોટલમાંથી આ બોટલનો નમ્બર 88મો હતો. જેને ચીનમાં લકી માનવામાં આવે છે.