વ્યાજખોરોએ મિલકત પડાવી જયુબેલીએ જઈ ઝેર ગટગટાવી લીધુ: પાંચ વ્યાજખોરો સામે આક્ષેપ
શહેરમાં પોલીસ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહી હોવા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા વ્યાજના ધંધાર્થીઓ ધાક ધમકી દેવાનો સીલસીલો જારી રહ્યો હાય તેમ ભગવતીપરા પાસેના સુખસાગર સોસાયટીના સોની વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જયુબેલી બગીચામાં ઝેરી દવા પી આપઘાત કર્યા હોવાનું પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે. મૃતકના પરિવારે પાંચ વ્યાજના ધંધાર્થીઓ પાસે ૧૦ થી ૩૦ ટકા વ્યાજ વસૂલ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરા સુખસાગર સોસા. શેરી નં.૩મં રહેતા અને સોની બજાર જૂની ગધીવાડમાં સોની કામનો વ્યવસાય કરતા નિલેષભાઈ નગીનભાઈ રાજપરા ઉ.૪૦ નામના સોની વેપારીએ ગત તા.૨૨મી ઓગષ્ટે જયુબેલી બગીચામાં જઈ ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજયાનું પોલીસમાં નોંધાયું છે.
મૃતક નિલેષભાઈ રાજપરાએ જૂની ગધીવાડમાં હરિઓમ ચેમ્બર્સમાં છ માસ પહેલા રૂ.૧૧ લાખનીક દુકાન ખરીદ કરી હતી ત્યારે તેઓએ સાતેક લાખ રૂપીયા જુદી જુદી પાંચ વ્યકિતઓ પાસેથી વ્યાજે લીધશ હતા. વ્યાજ ચૂકવવા માટે નિલેષભાઈએ અન્ય વ્યંકિતઓ પાસેથી માસીક ત્રીસ ટકાના વ્યાજનાદરે મોટી રકમ લેવાની ફરજ પડતા તેઓ વ્યાજના વીસચક્રમા ફસાયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ખોડાભાઈ નામના શખ્સ પાસેથી રૂ.૩ લાખ ૩૦ ટકા લેખે લીધા હતા જે પેટે ૯ લાખ ચૂકવી દીધા બાદ વધુ ૬ લાખની પઠાણી ઉઘરાણી કરતા હતા તેમજ પોરબંદરનાં વેજાભાઈ નામના શખ્સે ૩ લાખ રૂપીયા વ્યાજે લીધા હતા. જે પેટે વેજાભાઈએ પોરબંદરની દુકાનને સાટાખત કરાવી લીધું હતુ હરજી નામના શખ્સ પાસેથી રૂ.૨ લાખ વ્યાજે લીધા બાદ હરજીએ મૃતક નિલેભાઈ સોનીની નામની કાર લીધી હતી જે કારના હપ્તા નિલેષભાઈએ ભરવાના હતા જયારે રેલનગરમાં ઓફીસ ધરાવતા રવિરાજ નામના શખ્સ પાસેથી ૧લાખ રૂપીયા ૧૦ ટકા લેખે વ્યાજે લીધા હતા જે પેટે ૯૦ હજાર ચૂકવ્યા બાદ વધુ ૧ લાખ ચૂકવવાની માંગ કરી ઓફીસમાં મારમાર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આ બનાવમાં એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.