વર્ગખંડ અને હોસ્ટેલ સંપૂર્ણપણે સુવિધાજનક: રાજકોટ અને ખંભાળામાં શિક્ષણની સરીતા વહે છે
શિક્ષકો જ શાળા સંચાલકો હોવાથી અહીં શિક્ષકો કયારેય બદલાતા નથી!
આ વર્ષનાં ધો.૧૨ સાયન્સનાં પરિણામોમાં એસ.ઓ.એસે માર્યું મેદાન
સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમાં શિક્ષણ ક્ષેત્ર ખુબ જ ઉન્નતિ સાધી રહ્યું છે ત્યારે સ્કુલ ઓફ સાયન્સ (એસ.ઓ.એસ) એક એવી શૈક્ષણિક સંસ્થા છે જયાં શિક્ષકો કયારેય બદલાતા નથી કારણકે શિક્ષકો જ અહીં સંચાલકો છે, જેને કારણે એસ.ઓ.એસ.નું પરીણામ દર વર્ષે સફળતાનાં એવરેસ્ટ પર બિરાજતું રહે છે. એસ.ઓ.એસ એટલે ઉચ્ચતમ સફળતાનો પર્યાય. એસ.ઓ.એસ. એટલે સફળતાનું એવરેસ્ટ ! આ સંસ્થાની શિક્ષણ સરીતા રાજકોટ અને નજીકનાં ખંભાળા ગામે વહી રહી છે.
એસ.ઓ.એસ. દ્વારા ધો.૧૧-૧૨ સાયન્સનાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા ગુજરાત બોર્ડ (સીબીએસઈ બોર્ડ)નો અભ્યાસક્રમ ચિવટપૂર્વક પૂર્ણ કરાવી નવી પઘ્ધતિ પ્રમાણે લાવાથી નીટ-યુજી/જેઈઈ-મેઈન તથા ગુજકેટને પણ સમાન પ્રાધાન્ય આપી તેની અલગથી તૈયારી કરાવવામાં આવે છે તેથી વિદ્યાર્થીઓ નીટ-યુજી અને જેઈઈ-મેઈન જેવી રાષ્ટ્રીયકક્ષાની પરીક્ષામાં પણ ઝળહળતો દેખાવ કરી મેડિકલ અને એન્જીનીયરીંગ ફિલ્ડમાં ઉચ્ચતમ કારકિર્દીનું નિર્માણ કરી શકે છે.
૨૦૧૯નાં તાજેતરનાં ધો.૧૨ સાયન્સનાં પરીણામની વાત કરીએ તો એસ.ઓ.એસ.નાં તેજસ્વી તારલા સોહમ જોષીએ ગુજકેટમાં બોર્ડમાં ૯૯.૯૧ પીઆર મેળવી નવમું સ્થાન હાંસલ કર્યું તો ગ્રુપ એ અને બીમાં ૯૯ કે તેથી વધારે પીઆર મેળવનારા આ સંસ્થાનાં ઝગમગતા તારલાઓમાં પ્રિયા ચૌહાણ (૯૯.૮૪ પીઆર), દર્શિન દોંગા (૯૯.૬૯ પીઆર), ધ્રુવિલ માલવીયા (૯૯.૬૭ પીઆર), જયદિપ મોકરીયા (૯૯.૬૭ પીઆર) જેવા વિદ્યાર્થીઓએ એસ.ઓ.એસ.નું નામ રોશન કર્યું છે.
ગુજકેટ-૨૦૧૯માં આ સંસ્થાનાં ૯૯ કે તેથી વધારે પીઆર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧, ૯૮ કે તેથી વધારે પીઆર મેળવનારાની સંખ્યા ૨૯, ૯૫ કે તેથી વધારે પીઆર મેળવનારાઓની સંખ્યા ૭૫ અને ૯૦ કે તેથી વધુ પીઆર મેળવનારાઓની સંખ્યા ૧૪૫ છે.
તથા થીયરીમાં પીઆર મેળવતા ૯૯કે તેથી વધુ પીઆર મેળવતા ૧૬ વિદ્યાર્થીઓ, ૯૮ કે તેથી વધુ પીઆર મેળવતા ૪૧ વિદ્યાર્થીઓ, ૯૫કે તેથી વધુ પીઆર મેળવતા ૯૪ વિદ્યાર્થીઓ, ૯૦ કે તેથી વધુ પીઆર મેળવનારા ૧૫૩ વિદ્યાર્થીઓ, ૮૦કે તેથી વધુ પીઆર મેળવનારા ૨૫૫ જેટલી સંખ્યા છે. જેઈઈ-મેઈન પરીક્ષામાં ટોપર્સ આ સંસ્થાનાં વિદ્યાર્થીઓમાં ઓમ ઠકકર (૯૭.૭૯ પીઆર), બ્રિજેશ ભુત (૯૬.૮૧ પીઆર), અજય ધીયાડ (૯૬.૬૬ પીઆર)નો સમાવેશ થાય છે. જેઈઈ એડવાન્સ માટે ૬૬ વિદ્યાર્થીઓ કવોલીફાઈડ થયા છે.
એસ.ઓ.એસ.માં પ્રો.પાનેલીયા, ડો.કેતન ભાલોડીયા, પ્રો.પુનિત વ્યાસ, ડો.વિશાલ નરોડીયા, પ્રો.ધર્મેશ પટેલ, પ્રો.ગરાળા, પ્રો.શત્રુંઘ્ન સિંહાર અને શ્રી વિપુલ પાનેલીયાનું વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન મળતું રહે છે ત્યારે સવાલ એ આવે કે, એસ.ઓ.એસ.માં એડમિશન લેવાનાં કારણો કયાં ? સૌથી પહેલા તો સંચાલકો જ શિક્ષકો હોવાથી તેમનાં દ્વારા ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયલોજી, મેથ્સ, અંગ્રેજી વગેરેનાં લેકચર લેવામાં આવે છે.
અન્ય સ્કુલોમાં સંચાલકો માત્ર મેનેજમેન્ટ કરે છે લેકચર લેતા નથી. વળી એસ.ઓ.એસ.માં શિક્ષકોની ટીમ જ શૈક્ષણિક કાર્ય કરે છે. કલાસવર્ગ, મેગા ટેસ્ટ, ફેઈસ ‚ટ ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ તંદુરસ્ત હરીફાઈ કરીને તણાવમુકત રહે છે. વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટરની અદ્યતન પ્રયોગશાળા અને દરેક વકખર્ંડમાંસ્પીકરતથા સીસીટીવી કેમેરાની સુવિધા છે. અહીં હોસ્ટેલ્સની પણ વિશેષતા ઘણી છે જેમાં સુવિધાપૂર્ણ અને ભુકંપપ્રુફ હવા-ઉજાસવાળી ઈમારત, સ્વાદિષ્ટ અને કેલેરીયુકત શુદ્ધ ભોજન, હોસ્ટેલ ઉપર શૈક્ષણિક માર્ગદર્શન અને રમત-ગમતને પુરતું મહત્વ, પીવાનાં પાણી માટે આરઓ પ્લાન્ટ અને ગરમ પાણી, સીસીટીવી કેમેરા સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે.