કેન્દ્ર સરકારના ખેડુત વિરોધી વલણ સામે કોંગ્રેસનું રાજયભરમાં વિરોધ પ્રદર્શન: હાઇવે પર ચકકાજામ કરાતા ટ્રાફિક જામ: પોલીસના ધાડેધાડા ઉતારાયા

રાજકોટ

કેન્દ્ર સરકારના ખેડુત વિરોધી વલણ સામે રાજકોટ સહીત રાજયભરમાં ગઇકાલે કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન અને ચકકાજામ કરી દેવાતા હજારો વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.  રાજયના હાઇવે રોકી દેવાતા વાહનોના થપ્પા લાગી ગયા હતા અને ટ્રાફીક જામની સ્થિતિ સર્જાઇ હતી. દેશભરના ખેડુતોનું દેવું માફ કરવાની અને ખેડુતોને ટેકના ભાવ દોઢ ગણા કરવાની માંગ સાથે રાજયભરમાં ઠેર ઠેર ચકાજામ કરી દેવાતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવા પડયા હતા. કોંગી આગેવાનો અને પોલીસ વચ્ચે ધર્ષણ પણ થયું હતું. ઠેર ઠેર આવેદન પણ અપાયા હતા. તો ઘણી કોંગી આગેવાનોની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભંગ કરવા બદલ અટકાયત પણ કરાઇ હતી.

IMG 20170616 WA0039હળવદ

ખેડુતવિરોધી ભાજપ સરકાર સામે હળવદ કોંગ્રેસ રસ્તા પર ઉતરી કેન્દ્રસરકાર અને રાજયની ભાજપ સરકાર સામે આજે ગુજરાત કોંગ્રેસ સમિતી દ્રારા રાજયભરમા ચકકાજામ અને રસ્તા રોકો આંદોલનનુ એલાન કરવામા આવ્યુ હતુ    …હળવદ કોંગ્રેસ સમીતી દ્રારા ે સરા ચોકડી આતે ચકકાજામ કરી ટાયરો સળગાવી કેન્દ્રની અને રાજય ની  ખેડુત વિરોઘી ભાજપ સરકાર વિરુધ્ધ  રોષ વ્યકત હતો આતે ડો.રાણા ,ચતુરભાઈ ચરમારી ,હેમાંગભાઈ રાવલ , વાસુદેભાઈ પટેલ , શૌલેસભાઈ, ભીખાલાલ પટેલ , દેવાભાઈ ભરવાડ,  ધરમેન્દ્રભાઈ પટેલ , ધુવભાઈ રાવલ, સહીત મોટી સંખ્યામા કોગ્રેસી આગેવાનો જોડાયા હતા….

ખંભાળીયા

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ખેડુતલક્ષી નીતિ રીતી, મધ્યપ્રદેશ મંદશોર જીલ્લામાં ખેડુતો પર કરવામાં આવેલા અમાનુષી અત્યાચાર, ગુજરાતમાં ખેડુતોને પોષણક્ષમ ભાવો, ખેડુતોના દેવામાફીની માંગ, જમીન માપણીમાં રહી ગયેલી ૯૦% જેવી ભુલોના કારણે ખેડુત ખેડુત વચ્ચે ઘર્ષણ ઉભુ થાય તેવી સ્થિતિ સર્જાઇ છે, નવી પ્રધાનમંત્રી પાક વિમા યોજનાની માર્ગદર્શકી મુજબની ૧૦% પણ કામગીરી ન થવાના કારણે ખેડૂતોએ પાકવિમાથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે એક બાજુ સરકાર ખેડૂતોના મસિહા હોવાનો ઢોંગ કરે છે ને બીજીબાજુ ખેડુતો પર ગોળીબાર કરે છે જીવતા ખેડુતનું લાખ રુપિયાનું દેવું માફ નથી કરતીને ખેડુતોને ગોળીમારી હત્યા કરી મગરના આંસુ સારવાનું કામ કરે છે સરકારની આ ખેડુત વિરોધી નિતિ રીતીના વિરોધમાં ે દેવભુમી દ્વારકાજીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માનવ સાંકળ રચી મિલન ચાર રસ્તા ખાતે  ચક્કાજામ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

ઉના

ઉનામાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડુતોનાં પ્રશ્ર્નો દેવા માફી ડુંગળી, બટેટા, ખેત પેદાશના ટેકાની ભાવે ખરીદી કરવા તથા ભાજપ સરકારની ખેડુત વિરોધી  નીતીનો વિરોધ કરી રેલી કાઢી, રસ્તા ઉપર બટેટા, ડુંગળી ફેંકી ચકકાજામ કરતાં ૫૦ કાર્યકરોની અટકાયત આવેદન પત્ર આપ્યું.

ઉનાના વિશ્રામ ગૃહમાં ઉના ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા તાલુકા પ્રમુખ રામજીભાઇ ડાભીની આગેવાની હેઠળ ઉનાના વર્તમાન ધારાસભ્ય પુંજાભાઇ વંશ, તા.પ. સભ્ય મનસુખભાઇ ભેસાણીયા, કાનજીભાઇ સાંખટ, લાલજીભાઇ બાંભણીયા, અરજણભાઇ મજીઠીયા, મહીલા કોંગ્રેસના મંજુલાબેન પરમાર, આરતીબેન ઓઝા, યોગેશભાઇ બાંભણીયા, ગોવિંદભાઇ સોલંકી સહીત બન્ને તાલુકાના કોંગ્રેસી આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થઇ મઘ્યપ્રદેશમાં ખેડુતો ઉપર થયેલ અત્યાચાર, ખેડુતોના મૃત્યુ, તથા ગુજરાત સરકાર દ્વારા તમામ ખેડુતો

ને દેવા માફી કરે, ત્થા ડુંગળી, બટેટા ખેત પેદાશના ટેકાના ભાવે ખરીદી કરે વિગેરે માંગણી સાથે વર્તમાન ગુજરાતની ભાજપ સરકાર

કેન્દ્રમાં એન.ડી.એ. ની ખેડુત વિરોધી નીતીનો વિરોધ કર્યો હતો. અને વડલા ચોકથી રેલી કાઢી સુત્રોચ્ચાર તથા રસ્તા ઉ૫ર ડુંગળી બટેટા શાકભાજી ફેંકી વિરોધ કરતા ત્રિકોણબાગે પહોંચી રોડ ઉપર બેસી જઇ ચકકાજામ કરી દેતા વાહનોની લાઇન જામ થઇ ગઇ હતી.

કોડીનાર

કોડીનાર કોંગ્રેસ સમીતીના નેજા હેઠળ સવારે ૧૧.૩૦ કલાકે બાયપાસ ચોકડી વેરાવળ કોડીનાર હાઇવે પર ચકકાજામ કરતા પોલીસે ૪૨ કાર્યકરોની ધરપકડ કરી હતી જેમાં કોડીનાર તાલુકા પ્રમુખ મનુભાઇ ડોડીયા, તાલુકા પંચાયતના સદસ્ય મહીપતભાઇ ડોડીયા, બેનાબેન વાઘેલા, ગોપાલભાઇ બાંભણીયા, ઇકબાલ, સહીતના બહોળી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહી રસ્તા ચકકાજામ કરવામાં આવ્યા હતા જેમાં ૪રની અટક કરી એક કલાક બાદ મુકત કરવામાં આવ્યા હતા.

ટંકારા

ખેડૂતોના પ્રશ્ને સમગ્ર દેશમાં ભારે આક્રોશ છવાયેલો છે. ત્યારે ટંકારા કોંગ્રેસ દ્વારા તાલુકા મથકે આજે સવારે ૧૦ વાગ્યે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે ચક્કાજામ કરનારા કોંગી ના ૨૨ કાર્યકરોની  અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ટંકારા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નેે લતીપર ચોકડી ખાતે વિરોધ પ્રદશન કરી ખેડૂતોને પડી રહેલી હાલાકી અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો . અને રસ્તા રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ટંકારા તાલુકા મથકે મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો રસ્તા પર ઉતરી ચક્કાજામ કરતા થોડીવાર અફડાતફડી મચી ગઈ હતી. જોકે પોલીસે ચક્કાજામ કરનારા કોંગી કાર્યકરોની જીપિ એક્ટ ની કલમ ૬૮ હેઠળ લલિત કગથરા. ભુપત ગોધાણી. રમેશ પાણ. મહેશ રાજકોટીયા. મહેશ લાધવા. જગદીશ કામરીયા. પરેશ ઉજરીયા. દિનેશ ફેફર. વિનોદ ડાગંર. હરશુર જારીયા. જીવણસિંહ ડોડીયા. રાજેશ જારીયા. હાસમ સંધી. વિક્રમસિંહ જાડેજા. અશોક સંધાણી. જગદીશ દુબરીયા. વંસત ભિલ. રાજેશ રૈયાણી. ચેતન ત્રિવેદી.કવુભા ઝાલા. ચમન ભોરણીયા હરજી ઢેઢી ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

માણાવદર

માણાવદર ના ગાંધી ચોક ખાતે કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે એક દિવસ ના પ્રતિક ઉપવાસ આંદોલન કર્યું હતુ અને વિવિધ મુદ્દે માણાવદર મામલતદાર ને રેલી સ્વરૂપે જઇ ને આવેદન પત્ર પાઠવ્યું હતુ .આ આવેદનપત્ર માં જણાવ્યું હતુ કે ભારતમાં આપણે ગાયને ગૌ માતા દરરજો આપ્યો છે ત્યારે આ ગૌ માતા આજ રોજ કપાઇ રહી છે આવી પ્રવૃતિઓ ચાલતી હોય ત્યાં દરોડા પાડવા અને આજદીન સુધી ગૌ માતા ના કતલના બનાવો અને પકડાયેલા ગૌ માસ વિશે સરકાર શ્ર્વેત પત્ર બહાર પાડે તેમજ ગાયને રાષ્ટ્રીયપ્રાણી જાહેર કરે તેવી આમારી માંગણી છે.

તેમજ રાજય સરકાર દ્વારા માણાવદર ના ખેડૂતો ના કર્જ  માફી કરવાનો હુકમ કરવામાં આવે કારણકે ખેડૂતોને પોતાના પાકનું વળતર સટ્ટાખોરી અને સરકાર ની ખેત ઉત્પાદન ની બાબતને સહાયરૂપ ન થવાની નીતીના કારણે મળી નથી રહયુ પરિણામે ખેડૂતો દેવદાર બન્યા છે અને તવો મુશ્કેલી માં મુકાયા છે માટે તેના ઉપરનુ કર્જ માફ કરવા માંગણી છે .ખેડૂતોના ઉભા પાકને રોઝ – ભુંડ – નિલગાય ઉજળી નાખે છે ત્યારે સરકારશ્રીનો જુથ બનાવીને ફેન્સીંગ સબસીડી યોજનાથી કોઇ ખેડૂત ભાગ લઇ શકતો નથી માટે આ યોજના સ્વતંત્ર રીતે પણ થઇ શકે તેવી માંગ છે .ખેડૂતોને વિજય પુરવઠો નિયમિત મળતો નથી ઉપરથી પાવર ચોરીના  ખોટા કેઇસ જે તે વિભાગ દ્વારા કરવામાં આવેશે તો આવા ખેડૂતો સામે થયેલા કેઇસો પાછા ખેંચવા

તુવેરની અને મગફળી ની ખરીદીમાં ભાજપ ના મળતીયાઓ દ્વારા જે બેફામ લાગવગશાહી કરવામાં આવે છે બેફામ રીતે ચકાસણી કે માલ લૂંટી લેવામાં આવે તેમજ મજુરી ના તથા અન્ય ખોટા ચાર્જ વસુલવામાં આવે છે તે બંધ કરવા તથા તે અંગે તપાસ કરવામાં આવે.પાક વિમાના નામે ખેડૂતોના ખાતામાંથી ડાયરેક્ટ લાખો રૂપિયા ઉધરાવી લેવામાં આવે છે પરંતુ પાક વિમો મળતો નથી  .

સુરેન્દ્રનગર

મધ્ય પ્રદેશમાં ખેડૂતો પર ભાજપ સરકારે દમન ગુજારતા અને ગુજરાતના ખેડૂતોના દેવા માફ સહીતના પ્રશ્રને મામલે જિલ્લામાં ઘેરા પડઘા પડયા છે. ખેડૂત વિરોધી ભાજપ સરકારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા શુક્રવારે જિલ્લામાં ત્રણ સ્થળે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં સાયલા નેશનલ હાઇવે, માલવણ હાઇવે અને વઢવાણના ગેબનશા પીર સર્કલ ખાતે કોંગી કાર્યકરો રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં.

ગુજરાતના ખેડૂતોની લોન માફી સહિત ખેડૂતોને નહીં મળતા પોષણક્ષમ ભાવો સહિતના ખેડૂતોને થતા અન્યાયના વિરોધમાં પાટડીમાં ચક્કાજામ કરાયો હતો. પ્રસંગે નૌશાદભાઇ સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અબ્બાસભાઇ મલેક, નરેન્દ્રભાઇ મુંજપરા અને ભક્તિગીરી ગોસાઇ સહિતના કોંગ્રેસી આગેવાનોએ માલવણ હાઇ વે પર સરકાર વિરોધી સૂત્રોચારો કર્યા હતાં. ત્યારબાદ માલવણ હાઇ વે ચક્કાજામ કરતા પાટડી પીએસઆઈ એચ.જે.ભટ્ટ સહિતના પોલિસ કાફલાએ કોંગ્રેસી આગેવાનો સહિત ૪૫થી વધુ કાર્યકરોની અટક કરી હતી. જયારે વઢવાણ ગેબનશાપીર સર્કલે ચક્કાજામ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેટલાકં વાહનો રોકીને સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતાં. પ્રસંગે ખેડૂત અગ્રણી મોહનભાઈ પટેલ, બી.કે.પરમાર, રસીદ કોંઢીયા, સતીષ ગમારા સહિતના લોકો મોટી સંખ્યામાં ચક્કાજામમાં જોડાયા હતાં.જ્યારે સ્થળે કોઇ અનિચ્છનીય બનાવ બંને તે માટે પી.એસ.આઈ. વી.સી. વાઘેલા સહિતના સ્ટાફે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સાયલા નેશનલ હાઇવે ઉપર કોંગ્રેસી અગ્રણીઓએ ચક્કાજામનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ ચેતનભાઈ ખાચર, રૈયાભાઈ રાઠોડ, પીન્ટુભાઈ જાડેજા, ગેલાભાઈ રબારી સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. કોંગ્રેસ કાર્યકરોએ નેશનલ હાઇવે ચક્કાજામ કરતા

ટ્રાફિકજામ થયો હતો. આથી પોલીસે ૪૩ કોંગી કાર્યકરોને અટકાયત કરી હતી.

દેશભરના ખેડુતોનું દેવુ માફ કરવા અને ટેકાના ભાવ દોઢ ગણા કરવાની માંગ સાથે કોંગ્રેસ રસ્તા પરઠેર ઠેર આવેદન: કોંગી આગેવાનોની અટકાયત

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.