મંજૂરી વગર આડેધડ મોબાઈલ ટાવર ઉભા કરનાર તમામ કંપનીઓ વિરુદ્ધ તોળાતા પગલાં : મવડા સર્વે કરી ટાવર સિલ કરવા સુધીના પગલાં ભરશે
સ્થાનિક તંત્ર ની કોઈપણ જાત ની પૂર્વ મંજૂરી લીધા વગર અત્રેના ધૂનડા રોડ પર ખાનગી જમીનમાં ટાવર ઉભો કરનાર મોબાઈલ કંપનીને મવડા દ્વારા નોટિસ ફટકારી ટાવર નું બાંધકામ અટકાવી દેવામાં આવતા તંત્ર ના આકરા પગલાંથી ખળભળાટ મચી જાવા પામ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેર માં મોબાઈલ કંપનીઓ દ્વારા મન પડે ત્યાં આડે ધડ ખાનગી મિલકતમાં મોબાઈલ ટાવર ખડકી દેવામાં આવ્યા છે.
અને આશ્ચર્ય તો એ વાત નું છે કે એક પણ જગ્યા એ ટાવર નાખવા અંગે સ્થાનિક તંત્ર દ્વારા મજૂરી આપવામાં નથી આવી કે મોબાઈલ કંપની દ્વારા મંજૂરી લેવામાં આવી.
આ સંજોગો માં તાજેતર માં અત્રેના ઘુનડા રોડ પર મોબાઈલ કંપની દ્વારા ખનગી પ્લોટ પર કોઈ પણ જાત ની મજૂરી વગર રહેણાંક એરિયામાં ટાવર ઉભો કરવાનું કામ શરૂ કરતા સવજીભાઈ અઘરા નામના આસામી દ્વારા મવડા સમક્ષ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદ ના પગલે મવડા દ્વારા હાલતુર્ત મોબાઈલ ટાવર નું બાંધકામ અટકાવી દઈ નોટિસ ફટકારવામાં આવી છે
વધુમાં ઘુનડા રોડ પરની આ ગેરકાયદેસર મોબાઈલ ટાવર ની ફરિયાદ બાદ તંત્ર સાફલુ જાગ્યું છે આ અંગે મવડા ના ઇન્ચાર્જ મામલતદાર નિખિલ જોશીએ જણાવ્યું હતું કે હવે શહેર-જિલ્લા માં તમામ મોબાઈલ ટાવરનો સર્વે કરી મંજૂરી વગર ટાવર ઉભા કરવા સબબ તમામ કંપનીઓ વિરુદ્ધ આકરા પગલાં અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.