સોની કંપની એ છેલ્લા મહિનામાં આઇએફએ 2017 ટ્રેડ શોમાં તેનો સ્માર્ટફોન એક્સપિરીયા XA1 પ્લસ લોન્ચ કર્યો હતો. ગઈ કાલે કંપનીએ આ સ્માર્ટફોન ભારતીય બજાર માં મુક્યા છે. સોની એક્સપિરીયા XA1 પ્લસ ભારતીય માર્કેટમાં 24,990 રૃપિયા માં વેચશે. સોની કંપનીના આ સ્માર્ટફોન ઑફલાઇન સ્ટોરમાં બ્લેક, બ્લુ અને ગોલ્ડ રંગ માં આજે ઉપલબ્ધ કરાશે.

સોની એક્સપિરાએ XA1 પ્લસની સૌથી મહત્વની વિશેષતા તેના 23 મેગાપિક્સલ રિયર કેમેરા ની છે. અને  8 મેગાપિક્સલની વાઇડ એંગલ લેન્સ સાથે ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે. સાથે કંપનીના ક્લીયર ઑડિયો + ટેકનીકનો ઉપયોગ પણ કર્યો છે.

સ્પેસિફિકેશનની વાત કરો તો સોની એક્સપિરીયા XA1 પ્લસ એક ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે જે એન્ડ્રોઇડ નોગટ પર ચાલશે. આમાં 64 બિટ ઓક્ટા-કોર મીડિયાટેક હેલીઓ પી 20 ચીપસેટ સાથે 4 જીબી રેમ છે. ગ્રાફિક્સ માટે માલ ટી -880 એમપી 2 જીપીયુ ઇન્ટિગ્રેટેડ છે. 5.5 ઇંચની પૂર્ણ-એચડી (1080×1920 પિક્સેલ) ડિસ્પ્લે છે.

આ ફોનમાં 23 મેગાપિક્સલનો એક્સીમર આરએસ ઈમેજ સેન્સરનો ઉપયોગ થાય છે. ફ્રન્ટ પેનલ પર એફ / 2.0 એક્સર્જર વાળો 8 મેગાપિક્સલનો કેમેરા છે. ઇનબિલ્ટ સ્ટોરેજ 32 જીબી છે અને આવશ્યકતા 256 જીબી સુધીનું માઇક્રોએસડી કાર્ડ વાપરી શકાય છે.

સોની એક્સપિરીયા એ 1 પ્લસ બેટરી 3430 એમએચ નો ઉપયોગ કર્યો છે તે ક્વીક ચાર્જ 2.0+ ને સપોર્ટ કરે છે. ફોનનું ડાયમેશન 155x75x8.7 મિલીમીટર છે અને વજન 190 ગ્રામ છે. અને સોની એક્સપિરીયા XA1 પ્લસ સ્માર્ટફોન પર કિનારે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. તેની મદદથી તમે ડીવાઈસ અનલૉક કરી સકશો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.