‘અબતક’સુરભી રાસોત્સવના ગ્રાઉન્ડમાં શ્રી ગ્રુપ દ્વારા સમસ્ત સોની સમાજના ખેલૈયાઓ માટે વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું હતુ ખ્યાતનામ સીંગરોએ રાસ રસીયાઓને મનમૂકીને ડોલાવ્યા હતા. ભવ્ય રાસોત્સવનાં આયોજનમાં સમાજ શ્રેષ્ઠીઓ ઉપરાંત અનેક અધિકારીઓ-પદાદિકારીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આયોજનને સફળ બનાવવા માયે કૈલાશભાઈ રાજપરા, કિશોરભાઈ પાલા, દિનેશભાઈ રાજપરા, રાજેશભાઈ ફીચડીયા, સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
