રૂ.૨૮.૭૭ લાખની રિકવરી: ટેકસ બ્રાંચે ધોકો પછાડતા એચપી પેટ્રોલપંપે વેરો કર્યો ભરપાઈ

રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા શહેરમાં ૧૩૮૦ વેપારીઓને પ્રોફેશન ટેકસની નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં કડક રિકવરી હાથ ધરવામાં આવી છે. નોટિસ છતાં ટેકસ ભરવાની તસ્દી ન લેનાર વેપારીઓના બેંક ખાતા સીલ કરવા સુધીના પગલા લેવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

ચાલુ નાણાકીય વર્ષમાં આજ સુધીમાં પ્રોફેશન ટેકસ પેટે રૂા.૨૮.૮૨ કરોડની આવક થવા પામી છે. ગત વર્ષે આ સમયગાળામાં આ આવકનો આંક રૂા.૧૮.૯૩ કરોડ હતો. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વ્યવસાય વેરા પેટે રૂા.૯.૮૯ કરોડની વધુ આવક થવા પામી છે. ગત વર્ષે પ્રોફેશન ટેકસ પેટે રૂા.૨૦.૩૯ કરોડની આવક સમગ્ર વર્ષ દરમિયાન થવા પામી હતી. અને ૩૦૪૭ નવા રજિસ્ટ્રેશન થવા પામ્યા હતા. આ વર્ષે આજ સુધીમાં ૪૯૪૯ નવા રજિસ્ટ્રેશન થવા પામ્યા છે. વ્યવસાય વેરો ૩૧મી માર્ચ સુધીમાં ભરપાઈ કરી દેવા માટે ૧૩૮૦ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.