કોરોના મહામારીના સંક્રમણ વધવાના કારણે સોની બજારને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અલબત હવે સ્થિતિ કાબુમાં આવતી નજરે પડી રહી છે. ઉપરાંત લોકો પણ સંક્રમણ મામલે જાગૃત થતાં જાય છે. આવી સ્થિતિમાં આજે સોની બજારને સેનેટાઈઝ કરવામાં આવી હતી. જાજા હાથ રળીયામણાની ઉક્તિ ધ્યાને રાખી સાંસદ અભયભાઈ ભારદ્વાજે સેનેટાઈઝ કામગીરીમાં જોહાયા હતા.
તેઓ સેનેટાઈઝ માટેનો પંપ લઈ શો-રૂમમાં સેનીટાઈઝ કરતા હોય તેવું નજરે પડ્યું હતું. આ સાથે જ જવેલર્સને કોરોના સંબંધે જાગૃત પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જેમ્સ એન્ડ જવેલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયા, રાધીકા જવેલર્સના અશોકભાઈ અને શિલ્પા જવેલર્સના પ્રભુદાસભાઈ સહિતના આગેવાનો પણ જોડાયા હતા.