પ્રેમ લગ્ન કર્યા હોવાથી સ્વબચાવ માટે યુપીના શખ્સ પાસેથી ખરીદ કર્યાની કબૂલાત
જંગલેશ્વર નજીક આવેલી કિર્તીધામ સોસાયટીના સોની શખ્સ પાસે ગેર કાયદે પિસ્તોલ હોવાની બાતમના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી રૂ.૧૦ હજારની કિંમતની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્વર પાસે આવેલી કિર્તીધામ સોસાયટીમાં રહેતા ધવલ ઉર્ફે શિવ બકુલ વડનગરા નામના ૨૪ વર્ષના સોની યુવાનને ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. ડી.પી.ઉનડકટ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, ભરતભાઇ વનાણી, પ્રતાપસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રૂ.૧૦ હજારની કિંમતની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે.
ધવલ સોનીની પૂછપરછ દરમિયાન પોતે પ્રેમ લગ્ન કર્યા હોવાથી પોતાના પર હુમલો થશે તેવી દહેશતના કારણે મુળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જંગલેશ્વરની એકતા સોસાયટીમાં રહેતા ઇમરાન ઉર્ફે આલીમ શેખ નામના શખ્સ પાસેથી પિસ્તોલ લીધી હોવાની કબુલાત આપી છે.