સોનીએ મંગળવારે ભારતમાં માસ્ટર સીરિઝ હેઠળ A9G બ્રાવિયા 4K OLED લોન્ચ કર્યું છે. આ એન્ડ્રોઈડ સપોર્ટ ટીવી છે. આ ટીવીને બે અલગ સ્ક્રીન સાઈઝ 55 ઈંચ (KD-55A9G) અને 65 ઈંચ (KD-65A9G)માં લોન્ચ કર્યું છે. 55 ઈંચના મોડલની કિંમત 2,69,900 રૂપિયા અને 65 ઈંચ મોડલની કિંમત 3,69,900 છે. ગ્રાહકો આ ટીવીને સોની સેન્ટરની સાથોસાથ કંપનીના ઓથોરાઈઝ્ડ ડીલર્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી શકે છે.
આ ટીવીમાં 4K HDR (હાઈ ડાઈનેમિક રેન્જ) પિક્ચર પ્રોસેસર X1 આપવામાં આવ્યું છે, જે 8 મિલિયન એટલે કે 80 લાખથી વધારે સેલ્ફ ઈલ્યૂમિનેટિંગ પિક્સલને કંટ્રોલ કરે છે. તે સાથે ટીવીમાં પિક્સલ કોન્ટ્રાસ્ટ બૂસ્ટર પણ આપવામાં આવ્યું છે, જે બ્રાઈટ એરિયામાં કલર અને કોન્ટ્રાસ્ટને વધારે છે.
સોનીએ ગયા વર્ષના સપ્ટેમ્બરમાં આ સીરિઝ લોન્ચ કરી હતી, જેની સફળતા બાદ હવે તેનું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ થયું છે. આ ટીવી 4K OLED સ્ક્રીનથી સજ્જ છે, જેનું રેઝોલ્યુશન 3840×2160 પિક્સલ છે. આ સ્માર્ટ ટેલિવિઝન ગૂગલની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.