અબતક, રાજકોટ: સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી શરૂ થવાનું છે ત્યારે પ્રારંભિક તબક્કામાં કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ નિશ્ચિત મનાઇ રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટીમ ભાજપ દ્વારા2024 નો રોડ મેપ તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે કેબિનેટમાં નવા ચહેરાઓના સમાવેશના મનોમંથનમાં સૌથી મોખરે આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાળ કે તેમણે પક્ષના હિતમાં હિંમત વિશ્વાસ માટે મુખ્યમંત્રીની ખુરશી આપી જગ્યા ખાલી કરી આપી હતી, સર્વાનંદ ના માધ્યમથી ભાજપનો પૂર્વ માં મજબૂત સ્થિતિ ઊભી થઈ છે.
સોન વાલના આ બલિદાન અને પક્ષ માટે ની વફાદારીનો બદલો ચૂકવવા માટે તેમને કેન્દ્રીય કેબિનેટમાં સમાવેશ કરવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, અમિત શાહે ગયા અઠવાડિયે આ અંગેનો સંકેત આપી દીધો હતો આ જ રીતે કેબિનેટમાં કોંગ્રેસ ને રામરામ કરીને ભાજપ માટે કેસરિયા કરનાર યુવા નેતા અરે સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા ને કેબિનેટમાં સમાવવામાં આવશે
ઉતરપ્રદેશ આવતા વર્ષે આવનારી ચૂંટણી અને બિહારમાં ગયા વર્ષે એન, ડી એ ને સત્તામાં લાવવા માટે ખૂબ જ ઉપયોગી બનેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ તેમની વફાદારી નું વળતર આપવા માટે કેબિનેટમાં સમાવવામાં આવશે ભાજપદ્વારા આવનારા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે 2024 ની લોકસભા ની ચૂંટણી નો રોડ મેપ તૈયાર કરી લેવામાં આવ્યો છે ચોમાસુ સત્ર સામાન્ય વહીવટ ની સાથે સાથે બસ રાજદ્વારી તે પણ મિશન 2024 નો આપી દીધું રોડ મેપ તૈયાર કરવા માટે સરકાર માટે મહત્વનો બની રહેશે.