શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ લાવવા રાષ્ટ્રીય શિક્ષા નીતિ બનાવાશે, વિશ્ર્વસ્તરીય સંસન માટે રૂા.૪૦૦ કરોડની ફાળવણી: બેંકમાં જનધન ખાતા ધારાવતી મહિલાઓને રૂા.૫૦૦૦ના ઓવર ડ્રાફટની સુવિધા મળશે, નાના દુકાનદારોને ૫૯ મિનિટમાં લોન મળી જશે: ૨૦૨૨ સુધીમાં દરેકને ઘરનું ઘર અને દરેક ઘરમાં વીજળીની સુવિધા આપવાનો લક્ષ્યાંક
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે મોદી સરકારની બીજી ટર્મનું પ્રમ બજેટ રજૂ કર્યું છે. સૌપ્રથમવાર તેઓએ બ્રિફકેશની બદલે લાલ કલરના ફોલ્ડરમાં બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં અનેક મહિલાલક્ષી તેમજ ખેડૂતલક્ષી જોગવાઈઓ કરવામાં આવી છે. આ ઉપરાંત વધુ આવક મેળવવા માટે સોના-ચાંદી, પેટ્રોલ અને ડિઝલ ઉપર ડયુટી વધારવામાં આવી છે. ઉપરાંત મુખ્ય કહી શકાય એવી આધારકાર્ડી ઈન્કમટેકસ ભરી શકાશે તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે. હાલ ભારતમાં ૧૨૦ કરોડ લોકો આધારકાર્ડ ધરાવે છે. આ તમામ આધારકાર્ડ ઉપરી ઈન્કમટેકસ રિર્ટન ભરી શકશે.
બજેટમાં ગરીબ, ખેડૂત અને મહિલાઓને રાહત આપવામાં આવી છે. જ્યારે અમીરો ઉપર ટેકસ વધારવામાં આવ્યો છે. વધારે કમાણી કરનાર લોકો પર ટેકસનું ભારણ નાખવામાં આવ્યું છે. બજેટમાં ૨ થી ૫ કરોડની કમાણી કરનાર લોકો પર ૩ ટકા વધારાનો ટેકસ તેમજ ૫ કરોડી વધારે કમાણી કરનાર લોકો ઉપર ૭ ટકા ટેકસ લાદવામાં આવ્યો છે.
આ ઉપરાંત બજેટમાં વિશ્ર્વસ્તરીય શિક્ષા સંસન બનાવવા માટે રૂા.૪૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. હાલનું ભારતીય શિક્ષણ યોગ્ય ન હોય તેમાં જરૂરી બદલાવો લાવવા માટે રાષ્ટ્રીય શિક્ષા નીતિનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વ્યવસ્થામાં નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ જરૂરી સુધારા-વધારા કરવામાં આવશે. ત્યારબાદ સમગ્ર દેશમાં તેનો અમલ પણ કરવામાં આવનાર છે.
વધુમાં બજેટમાં મહિલા ઉતનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મહિલાઓ માટે અનેક વિકાસલક્ષી જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં જે મહિલાઓ જનધન યોજનાના બેંક ખાતા ધરાવે છે તેઓ દરેકને ૫૦૦૦ રૂપિયાના ઓવર ડ્રાફટની સુવિધા આપવામાં આવનાર છે. આ ઉપરાંત સેલ્ફ હેલ્પ ગ્રુપમાં કામ કરનાર મહિલાને મુદ્રા સ્કીમ અંતર્ગત ૧ લાખ રૂપિયાનો લોન પણ આપવામાં આવનાર છે.
વધુમાં નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતી વેળાએ એવું પણ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ૨૦૨૨ સુધીમાં દરેકને ઘરનું ઘર અને દરેકના ઘરમાં વીજળી આપવાનો લક્ષ્ય રાખ્યો છે. આ ઉપરાંત તેઓએ સરકારની કામગીરી વર્ણવતા કહ્યું કે, હાલ ૬૫૭ કિ.મી.નું મેટ્રોનું કામ ચાલુ છે. ઉપરાંત નેશનલ હાઈવે પ્રોગ્રામના પુન: ગઠનનો નિર્ણય લેવાયો છે. આગામી દિવસોમાં સરકાર ઝીરો બજેટ ફાર્મીગી ખેડૂતોને સમૃધ્ધ બનાવવા માટે કટીબદ્ધ રહેશે. અત્યાર સુધીમાં ૨ કરોડ ગામડાઓ ડિજીટલ અને સાક્ષર બન્યા છે. હાલ પાઈપ લાઈન મારફતે ગેસ આપવામાં આવી ર્હયો છે. દરેક ઘરમાં આ સુવિધા ઉપલબ્ધ બને તેવા પ્રયાસો ચાલુ છે. ઘણાએ ગેસ સીલીડર પર મળતી સબસીડી આપમેળે છોડી સરકારને સહયોગ આપ્યો છે. ઉજાલા યોજના હેઠળ કુલ ૩૫ કરોડ એલઈડી બલ્બનું વેંચાણ કરવામાં આવ્યું છે. જેનાી ૧૮૪૩૦ કરોડની બચત ઈ શકી છે.
વધુમાં રેલવેને હજુ સમૃધ્ધ બનાવવા માટે પીપીપી મોડેલનો અમલ કરવામાં આવનાર છે. ૨૦૨૨ સુધીમાં દરેક ઘરમાં વીજળી પહોંચે, દરેક વ્યક્તિ વીજળીનો લાભ લઈ શકે તેવા લક્ષ્યાંક સો વન નેશન વન ગ્રીન યોજના હેઠળ કામગીરી કરવામાં આવશે. કૃષિ ઈન્ફાસ્ટ્રકચરમાં ખાનગીકરણનો વ્યાપ વધારી દેવામાં આવશે જેથી ખેડૂતોને ભરપુર સહયોગ મળે અને ખેડૂતો સમૃધ્ધ બની શકે. હાલ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સો આગળ વધી રહી છે. ઉપરાંત એવીએશન અને મીડિયા ક્ષેત્રે વિદેશી રોકાણની છુટ અપાશે જેથી વિદેશી ભંડોળના આધારે આ ક્ષેત્રો ઝડપી રીતે વિકાસ સાધી શકશે. તેઓએ ઉમેર્યું કે, રાજઘાટ ઉપર આગામી ૨ ઓકટોમ્બરે સ્વચ્છતા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવનાર છે. આ ઉપરાંત મહિલાઓના વિકાસ માટે એક કમીટીની પણ રચના કરવામાં આવનાર છે.
વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં સરકારે ૯.૬૪ લાખ સૌચાલ્યો બનાવ્યા છે. શહેરોમાં ૮૧ લાખ ઘર બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ઉપરાંત એનઆરઆઈ માટે અરાઈવલ આધારકાર્ડ બનાવવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે ટીવી પ્રોગ્રામો શરૂ કરાશે જેથી રોજગાર ક્ષેત્રની સમસ્યાઓ નિવારી શકાશે. સ્ટેન્ડ અપ ઈન્ડિયા સ્કીમ હાલ ૨૦૨૫ સુધી ચાલુ રાખવામાં આવશે જેથી બહોળી સંખ્યામાં તેનો લાભ મળી શકે. વધુમાં ઈન્ફાસ્ટ્રકચર ડેવલોપ માટે દરરોજ ૧૩૫ કિ.મી.નો હાઈવે બનાવવાનો સંક્લપ કણ લેવામાં આવ્યો છે.
સૌપ્રથમવાર નાણામંત્રી નિર્મલા સીતારામન્ બ્રિફકેશને બદલે લાલ કલરના ફોલ્ડરમાં બજેટ લઈને આવ્યા: મોદી સરકારની બીજી ટર્મનું પ્રમ બજેટ રજૂ
૨ કરોડી ૫ કરોડ સુધી વાર્ષિક આવક ધરાવનાર પર સરચાર્જ વધારીને ૩ ટકા જ્યારે ૫ કરોડી વધુ વાર્ષિક આવક પર સરચાર્જ વધારી ૭ ટકા કરવામાં આવ્યો
આગામી પાંચ વર્ષમાં દેશ વધુ મજબૂત બનશે: વડાપ્રધાન મોદી
નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે મોદી સરકારની બીજી ટર્મનું પ્રમ બજેટ રજૂ કરાયું હતું જે અંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દેશવ્યાપી અનેક સમસ્યાના કારણે પુરતો વિકાસ સાધવામાં અનેક અડચણો ઉભી તી હતી ત્યારે આ બજેટી આગામી પાંચ વર્ષમાં દેશ વધુ મજબૂત વાનો છે. આ બજેટ વિકાસને નવી દિશા આપશે. ન્યુ ઈન્ડિયાના નિર્માણ માટે બજેટ મહત્વપૂર્ણ ભાગ ભજવવાનું છે. આ બજેટમાં ભાવી પેઢીની પણ ચિંતા કરવામાં આવી છે. ઉપરાંત ગરીબ,ખેડૂત અને પીડિતોને મજબૂત બનાવવા માટે અસરકારક જોગવાઈઓ કરવામાં આવી છે. આ બજેટી મધ્યમ વર્ગના અનેક સપનાઓ સાકાર વાના છે.
રૂા.૪૫ લાખ સુધીની હોમલોનના વ્યાજ પર છુટની મર્યાદા રૂા.૩.૫ લાખ કરાય
ઈલેકટ્રીક વાહનની લોનનું વ્યાજ ચૂકવવા પર ઈન્કમટેકસમાં રૂા.૧.૫ લાખની છુટ મળશે
રૂા.૪૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓનો ૨૫ ટકા કોર્પોરેટ ટેકસના દાયરામાં સમાવેશ, હવે ૦.૭ ટકા કંપનીઓ જ દાયરાની બહાર હશે
સ્ટાર્ટઅપ ટેકસ ડિકલેરેશન ફાઈલ યા બાદ મેળવેલા ફંડ અંગે ઈન્કમટેકસ વિભાગ કોઈ તપાસ કરશે નહીં
નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં હોમલોન ઉપર વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં રૂા.૪૫ લાખ સુધીની હોમ લોનના વ્યાજ પરની છુટની મર્યાદા ૨ લાખી વધારી રૂા.૩.૫ લાખ કરાઈ છે. જેથી પોતાનું ઘર લેવા ઈચ્છતા લોકો જ્યારે લોન લેશે ત્યારે તેમને અગાઉ કરતા રૂા.૧.૫ લાખનો ફાયદો વાનો છે. આ ઉપરાંત પર્યાવરણ બચાવવા માટે ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા ર્એ પણ બજેટમાં મહત્વની જોગવાઈ કરવામાં આવી છે.
હાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે ઈલેકટ્રીક વાહનોનો વપરાશ વધે તે જરૂરી છે. આ બાબતને ગંભીરતાી લઈ સરકાર દ્વારા બજેટમાં ઈલેકટ્રીક વાહનના વપરાશને પ્રોત્સાહન આપતી જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ઈલેકટ્રીક વાહનની લોનનું વ્યાજ ચૂકવવા પર ઈન્કમટેકસમાં રૂા.૧.૫ લાખની છુટ આપવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ વાર્ષિક ૨૫૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ પર ૨૫ ટકા કોર્પોરેટ ટેકસ લાગતો હતો. હવે આ ૨૫ ટકા કોર્પોરેટ ટેકસના દાયરામાં ૪૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને સમાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ૪૦૦ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી ૯૯.૩ ટકા કંપનીઓ છે જેથી હવે ૦.૭ ટકા જ કંપનીઓ ૨૫ ટકાી ઉપરના સ્લેબમાં આવશે.
આ ઉપરાંત બજેટમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે જેઓ સ્ટાર્ટઅપ ટેકસ ડિકલેરેશન ફાઈલ કરશે તેમના દ્વારા મેળવેલા ફંડના મામલામાં ઈન્કમટેકસ વિભાગ કોઈ તપાસ નહીં કરે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં ૧૦ હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના પણ સરકાર દ્વારા કરવામાં આવનાર છે. અનાજ, કઠોળ, તેલીબીયા, ફળો અને શાકભાજીના પર્યાપ્ત પર વિશેષ ધ્યાન આપવામાં આવનાર છે. આ સો નેશનલ રિસર્ચ ફાઉન્ડેશ બનાવવાનો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. તેના દ્વારા અલગ અલગ વિભાગોના ઝઘડાઓનું સમાધાન પણ શે. જેમાં રાષ્ટ્રહિતને લગતી રિસર્ચને પ્રામિકતા આપવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં પીએમ ગ્રાહક સડક યોજના અંતર્ગત ૧.૨૫ લાખ કિ.મી. સડકનું નિર્માણ કરવામાં આવશે તેના પર ૮૦૨૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ શે. કેસમાં બિઝનેશ પેમેન્ટ કરવાની પ્રવૃતિ રોકવા માટે એક બેંક ખાતામાંથી વર્ષમાં ૧ કરોડી વધારે વિડ્રો કરવાી ૨ ટકા ટીડીએસ પણ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સાહસની બેંકોને રૂા.૭૦ હજાર કરોડ વધારે આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
બજેટની હકારાત્મક અસર
- નારી સશક્તિકરણને નવું સ્વરૂપ અપાશે
- સ્ટાર્ટઅપ માટે ઓઈલ ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન મળે અને ઈન્કમટેકસ સ્ક્રુટીનીમાંથી બાકાત તા ઈ-વેરીફીકેશનના કારણે યુવાધન પોતાના સ્ટાર્ટઅપનું સ્વપ્નુ સાકાર કરી શકાશે.
- મેઈક ઈન ઈન્ડિયાને પૂર્ણ વાસ્તવીકતાનું સ્વરૂપ આપવા માટે ઈમ્પોર્ટ ડયુટી વધારી ઉદ્યોગોને પ્રોત્સાહન અને તેની સામે રો-મટીરીયલ્સ માટે ઈમ્પોર્ટ ડયુટી ઘટાડી ડબલ ફાયદો કરેલ છે.
- નવી ટેકનોલોજીનું મેન્યુફેકચરીંગ અને સર્વિસને બઢાવ આપેલ છે.
- એર્ફોડેબલ હાઉસીંગ માટે ૪૫ લાખ સુધીના ઘરની ખરીદી પર ટેકસ છુટ ૧.૫ લાખ વધારી ટોટલ ૩.૫ લાખ કરી તે આવકારદાયક છે.
- પ્રિ-ફિલ્ડ ઈન્કમટેકસ ફોર્મ માટે વિવિધ ડેટા ફેસીંગના કારણે કરદાતાઓને ઈન્કમટેકસ ફોર્મ ભરવામાં ખૂબજ રાહત અને ભુલ વાની શકયતા નહીંવત શે.
- ઈલેકટ્રીક વાહનોને જીએસટીમાં ફાયદો ૧૨.૧૨ ટકામાંથી ૫ ટકા તા તેની ખરીદી કરનારને ૧.૫ લાખ સુધીનો એકસ્ટ્રા ટેકસ બેનીફીટ આવકારદાયક છે.
- ઈલેકટ્રીક વાહનોની કસ્ટમ ડયૂટી વેવ ઓફ (માફ) કરવાી ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધશે અને મેઈક ઈન ઈન્ડિયાનો ક્ધસેપ્ટ સાકાર કરી શકાશે.
- સૌી મોટામાં મોટો ફાયદો કરદાતાઓને ઈ.એસ.એસ.મેન્ટ અને ઈ-સ્ક્રુટીને કારણે ફીઝીકલ એપ્રોચ કરવો નહીં પડે અને સેન્ટ્રલ સેલની રચનાને કારણે રેન્ડમાઈઝેશન મુજબ સ્ક્રુટીની અને એસેસમેન્ટનો નિકાલ વધુ સરળ બનશે તેમજ ભ્રષ્ટાચાર નાબૂદ થશે.
બજેટની નકારાત્મક અસર
- કસ્ટમ ડયુટી વધારવાનાં કારણે સોનાની દાણચોરી પણ વધશે.
- ઈન્કમટેકસ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં. જો છેલ્લે આપેલ ૫ લાખ સુધીની છુટનાં કારણે ૬.૩૮ લાખ કરોડથી વધુ ૧૧.૩૭ લાખ કરોડ થયું હોત તો આ બાબત પર વધુ ફોકસ રહેત.
- પેટ્રોલ-ડીઝલ ઉપર આંતરરાષ્ટ્રીય ભાવ દબાણમાં હોય અને ઘણાં સમય પછી રૂા.૭૦ નીચે ભાવ ગયેલ હોય તેમ છતાં બેનીફીટ પાસઓન કરવાને બદલે સરકાર તેનાં પર ૧ રૂા.લીટર એકસાઈઝ અને રોડ સેઝ વધારી ઈન્ફલેશન વધારશે જેને કારણે જીવન જરૂરીયાત વસ્તુ મોંઘી પડશે અને લોકોની બચત પર અસર થશે. આ નારીઓનું બજેટ ખોરવશે અને નારાયણી કેમ બનશે?
- સોનામાં આયાત ડયુટી ૧૦ ટકા થી ૧૨.૫ ટકા કરવાથી સ્ત્રીધન મોંઘુ થશે અને લગ્ન જેવા પારિવારિક પ્રસંગો પર અસર થશે.
- ધનવાન પાસેથી વધુ ૩ ટકાથી ૭ ટકા કર વસુલી ગરીબ વર્ગને આપવું તે સારી બાબત છે પણ તે ધનવાનોને વધારે ટેકસ ભરવામાં તથા ટેક્ષ ટ્રાન્સફરન્સી માટે નકારાત્મક અભિગમ તરફ લઈ જશે.
- મીડલ કલાસ પબ્લિક માટે કોઈ જ પ્રોત્સાહન નહીં અને વચગાળાનાં બજેટ આપેલી રાહતોમાં વધારે રાહતની અપેક્ષા હતી.
- શેરબજારમાં લોંગ ટર્મ કેપીટલ ગેંગ અને સરચાર્જનો બેવડો ચાર દુર કરવાની જરૂર હતી તેમાં કોઈ રાહત નહીં.