- કરિયાવરમાં 225થી વધુ વસ્તુઓ સાથે રૂ.51,000ની ફિક્સ ડિપોઝિટ ભેટ આપી હર્ષ ભેરે સાસરે વળાવી
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આજ રોજ સતત 7માં વર્ષે વહાલુડીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે 23 દીકરીઓએ એકસાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. તેમાં કોઇએ માતા-પિતા તો કોઇએ પિતાની છત્રછાયા ગુમાવી છે. માતા-પિતા ભલે હયાત નથી પરંતુ, આજે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સૌ કાર્યકર્તાઓ પોતાની નાની બહેન કે દીકરી પરણતી હોય તે રીતે ઉત્સાહભેર આ વહાલુડીના વિવાહમાં જોડાયા હતા.
23 દીકરીઓના રાજકુંવરીની જેમ શાહી લગ્ન યોજાયા હતા. આજે એક શારીરિક દિવ્યાંગ સહિત 23 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને તેઓને કરિયાવરમાં 225થી વધુ વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. આ સાથે જ 51,000 ની ફિક્સ ડિપોઝિટ તો પ્રથમ વખત દીકરીઓને 5 વર્ષનું રાશન આપવાની શરૂઆત પણ આ વર્ષથી કરવામાં આવી છે.
વ્હાલુડીના વિવાહના આયોજક એવા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ના ટ્રસ્ટી અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, વર્ષ 2018માં વ્હાલુડીના વિવાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આજે એ કહેતા આનંદ થાય છે કે, અત્યાર સુધીમાં 164 દીકરીઓનો અમારો પરિવાર બન્યો છે.
આજે એક શારીરિક દિવ્યાંગ સહિત 23 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પડ્યા છે અને આ રીતે માતા-પિતા કે પિતા વિનાની દીકરીઓના પિતા કે ભાઈ બની તેમનાં જીવનમાં ખુશીના રંગ પુરવાનો અમને મોકો મળ્યો છે, તેનો અમે પ્રભુનો આભાર માનીએ છીએ. અમારો સંકલ્પ આ પ્રકારની 500 દીકરીઓને પરણાવવાનો છે. ગત વર્ષે 1 પ્રજ્ઞાચક્ષુ તોઆ વખતે વામન કદની શારીરિક દિવ્યાંગ દીકરીને પરણાવવાનો ઈશ્વરે અમને આશીર્વાદ આપ્યો છે.
વહાલુડીના વિવાહનું આયોજન પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું છે જેથી લગ્નોત્સવ દીપી ઉઠયા: સંજયભાઈ ધમસણીયાવહાલુડીના વિવાહ સાતના મુખ્ય યજમાન સંજયભાઈએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વહાલુડી ના વિવાહનું પ્લાનિંગ ચોકસાઈ પૂર્વક કરવામાં આવ્યું છે. વહાલુડી ના વિવાહમાં અલૌકિક વાતાવરણ સર્જાયું છે જેને શબ્દોમાં વર્ણવી ના શકાય. જેમ મારી દીકરીના લગ્ન હોય તે જ રીતે ઝાંઝરમાં આયોજન કરવામાં આવ્યું છે દીકરીઓને 250 થી 300 જેટલી વસ્તુઓ કર્યા વગરમાં આપવામાં આવી છે તે સિવાય બ્યુટી પાર્લર થી લઈ ફોટોગ્રાફર જમવા સહિતનું વ્યવસ્થા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરાદ્વારા કરવામાં આવ્યું છે. આપણે એક લગ્ન કરાવવામાં પણ થાક લાગતો હોય છે ત્યારે આજે વહાલુડીના વિવાહમાં 23 દીકરીઓના લગ્ન છે છતાં પણ સંપૂર્ણ આયોજન પ્લાનિંગ પૂર્વક કરવામાં આવ્યું છે જેથી આયોજન દીપી ઊઠયું છે.
વહાલુડીના વિવાહ થકી 165 દીકરીઓના પિતા થવાનું સૌભાગ્ય મળ્યું: મુકેશ દોશી
વહાલુડીના ના વિવાહ શીર્ષક હેઠળ દીકરા નું ઘર વૃદ્ધાશ્રમ છેલ્લા સાત વર્ષથી ગરીબ નિરાધાર અને માતા-પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. આપણા સમાજમાં એક કહેવત છે કે જ્યારે ગરીબ પરિવાર ઉપર આફત આવે ત્યારે તેના કુટુંબી ચનો પણ મોં ફેરવી લેતા હોય છે. ત્યારે આવા સમયે અમને ભગવાને દૂધ તરીકે મોકલ્યા હોય તે રીતે અમે આ દીકરીઓના લગ્ન કરાવીને જીવનમાં રંગ પુરવાનું કામ કરવામાં આવે છે. અમે જે રીતે અમારી દીકરીઓના લગ્ન કરતા હોય તે જ રીતે આ દીકરીઓને અમારી ગણીને આજીવન અમારા પરિવારમાં સ્વીકારીને દીકરીને અમે વિદાય આપવામાં આવે છે. આ લગ્ન પ્રસંગને લઈને છ મહિના પહેલેથી જ અમારી 175 જણાની ટીમ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. સમાજનું પણ સમર્થન મળે છે જ્યારે આજે 23 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે ત્યારે અમારી દરેક દીકરીઓનું જીવનમાં એક પણ ઈચ્છા અધૂરી ના રહી જાય તેના માટે સમૃદ્ધ કરિયાવર આપી દીકરીઓને વિદાય અપાશે ત્યારે દીકરી સાથે આજથી અમારા સંબંધની શરૂઆત થાય છે અત્યાર સુધીમાં 165 દીકરીઓના પિતા બનવાનું સદભાગ્ય અમને મળ્યું છે
વહાલુડીના વિવાહમાં દરેક રસમ ધામધામુથી ઉજવાઈ: પૂનમ ભટ્ટી
વહાલૂડીના વિવાહ સાતના આયોજનની દુલ્હન પૂનમ ભટ્ટી અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાતમી વખત દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મેં પણ આ સમૂહ લગ્નમાં ફોર્મ ભર્યું હતું તે બાદ મારું સિલેક્શન થયું ત્યારે મને ઘણો આનંદ થયો હતો. આજે જ્યારે 23 દીકરીઓના લગ્ન છે. ત્યારે તેની દરેક રસમ જેમાં મહદી રસમ, દાંડીયારાસ , માંડવો સહિત ની રસમ પણ રાખવામાં આવી હતી. જ્યારે મારા પપ્પા નથી તેવું મને જરા પણ લાગ્યું નથી . અમને
તેની ખામી જરા પણ લાગવા દીધી નથી તે રીતનું ધ્યાન રાખવામાં આવે છે. મારી સાથે 23 દીકરીઓનું સપનું આજે વહાલુડી ના વિવાહ માં પૂરું થયું છે. અહીંથી દરેક દીકરીને કરિયાવર માં ઘરવખરીની તમામ જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી છે . જેમાં નાની વસ્તુ થી લઈને ફ્રી વોશિંગ મશીન કુલર સહિતની વસ્તુઓ આપી છે અને દીકરી જો બહાર કામ ના કરી શકતી હોય તો ઘરે બેસીને પરિવારને મદદરૂપ થઈ શકે તે માટે સિલાઈ મશીન પણ આપવામાં આવ્યું છે.
લગ્નને લઈને દીકરીઓની પણ અનેક ઈચ્છાઓ હોય છે જે અહીંથી પૂર્ણ થતી હોય છે : માધવીબેન ધમસાણીયા
અબતક સાથેની વાતચીતમાં વહાલુડીના વિવાહ સાતના મુખ્ય યજમાન માધવીબેન ધમસાણીયાએ જણાવ્યું કે આજે મારી દીકરી ના લગ્ન હોય તેઓ માહોલ સર્જાયો છે. તેની મને ખુશી છે. અહીં પાંચ વર્ષ પહેલા જે દીકરીએ લગ્ન કર્યા હતા તે આજે પણ આ પ્રસંગમાં જોડાયા હતા. અને પોતાના જ ઘરનો પ્રસંગ હોય તેમ આનંદ પૂર્વક માણે છે. ત્યારે દીકરાના ઘર વૃદ્ધાશ્રમ ઢોલરાના મુકેશભાઈ દોશી, કિરીટભાઈ આદ્રોજા, સુનિલભાઈ સહિતની ટીમ એ દીકરીને પરણાવીને છૂટી નથી જતા તે દીકરીઓને પરણાવ્યા બાદ પણ તેની સાથે સતત જોડાયેલા રહે છે. અને તેની જરૂરિયાતને માવતર બનીને પૂરી પાડે છે. દીકરી ઘરે નાની હોય છે ત્યારથી જ સપના સેવતી હોય છે અને તેની પણ લગ્નને લઈને ઘણી ઇચ્છાઓ હોય છે જ્યારે તે દીકરીઓની ઈચ્છાઓ અહીંથી પૂરી થાય છે તેને જે સંતોષ થાય છે તેને વર્ણવી ન શકાય. તે દીકરીના માતા પિતા પણ ખુશ થતા હોય છે. તેમની દીકરીને સારી રીતે પોતાના ઘર આંગણે પ્રસંગ કરતા હોય તેમ આ લગ્ન પ્રસંગે માણે છે.
સમાજ શ્રેષ્ઠિઓએ ઉપસ્થિત રહી દીકરીઓ પર આશિર્વાદ વરસાવ્યા : કિરીટભાઈ આદ્રોજા
વહાલુડીના વિવાહ થકી મા-બાપ વગરની વહાલી 164 દીકરીઓના મા બાપ બની દીકરા નું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ બન્યું છે. ત્યારે દરેક દીકરીઓને આનંદ અને ઉત્સાહભેર વહાલુડીના વિવાહ સાતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ શહેરના દરેક ક્ષેત્રના શ્રેષ્ઠિઓ તેમજ દાતાઓ ઉત્સાહભેર આ પ્રસંગમાં જોડાયા હતા. સમાજના શ્રેષ્ઠિઓએ દીકરીઓ પર આશીર્વાદ વર્ષાવ્યા હતા. મુકેશ દોશી સહિતની આખી ટીમ ની લાગણી છે કે દરેક મા-બાપ વિહોણી દીકરીના ભાઈ તથા પિતા બનીને તેમની દરેક ઈચ્છાઓને પૂરી કરવી.
વિવાહની દરેક રસમની હોંશભેર ઉજવણી કરવામાં આવી: ડો ફાલ્ગુનીબેન કલ્યાણી
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ના નેતૃત્વ હેઠળ વહાલુડી ના વિવાહ સાતનું આયોજન કરવામાં આવ્યું છે. વહાલુડી શબ્દ સાંભળતા જ રૂવાડા ઊભા થઈ જાય છે. આ માતા પિતા વિહોણી દીકરીઓ તેના લગ્ન કઈ રીતે કરશે, કઈ રીતે તે સાસરે જશે તે ચિંતા માંથીમુક્ત કરવા માટે ભગવાને અમને નિમિત કર્યા છે. માત્ર વિવાહ કરીને છૂટી ન જતા વહાલુડી ના વિવાહ એક થી છ સુધીની બધી જ દીકરીઓ તેમજ જમાઈ આજે પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા છે. આજે જે 23 દીકરીઓના લગ્ન છે તેમને કરિયાવર રૂપે ચમચીથી લઈને ફ્રીઝ કુલર વોશિંગ મશીન સહિતની 225 જેટલી વસ્તુઓ આપવામાં આવી છે. લગ્નની તૈયારી છ મહિના પહેલેથી જ શરૂ કરી દેવાતી હોય છે. જેમાં દીકરીઓ દ્વારા ફોર્મ ભરાતા હોય છે . જે બાદ દીકરી ના ઘરે જઈને યોગ્ય તપાસ કર્યા બાદ તેમનું સિલેક્શન થતું હોય છે. સમાજના શ્રેષ્ઠિઓ દ્વારા દીકરીઓનું ક્ધયાદાન કરે છે. અને દીકરી અહીંથી રાજા ની કુવરી ની જેમ અહીંથી વિદાય લે છે જ્યારે વિદાય લેશે ત્યારે એક ભાવુક માહોલ પણ સર્જાતો હોય છે.