કુલપતિ ડો. ગિરીશ ભીમાણી અને  સીપી રાજુ ભાર્ગવ સહિતના મહાનુભાવો બન્યા સન્માનના સાક્ષી

” દીકરાનું ઘર ” વૃદ્ધાશ્રમ  દ્વારા   પ્રતિ વર્ષ સમાજમાં વિવિધક્ષેત્રોમાં કામ કરતા મહાનુભાવોને” ગારડી એવોર્ડ ” એનાયત કરવાનો છે .” ગારડી એવોર્ડ ” વિતરણનો અદભૂત કાર્યક્રમ યોજાયો હતો.  જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગિરીશભાઈ ભીમાણી ,  પોલિસ કમિશ્નર  રાજુ ભાર્ગવ , ઉદ્યોગપતિ  જગદીશભાઈ કોટડીયા , પ્રદેશ ભાજપ  ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરા ,  ધીરૂભાઈ રોકડ  છગનભાઈ બુસા ,  વલ્લભભાઈ સતાણી , પ્રતાપભાઈ પટેલ , અમૃતભાઈ ભારદીયા , ગ્રેટર ચેમ્બર રાજકોટના ચેરમેન ધનસુખભાઈ વોરા તેમજ પ્રમુખ રાજીવભાઈ દોશી ખાસ ઉપસ્થિત  રહ્યા હતા.

Screenshot 13

વર્ષ 2022 નો ” ગારડી એવોર્ડ ’જામનગર સ્થિત આણદાબાવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદ સ્વામી  વિશ્ર્વના નકશા ઉપર ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટનું નામ રોશન કરનાર સુરેશભાઈ  નંદવાણા, , આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત જૈન શ્રેષ્ઠી ઈન્દુૂભાઈ વોરા , ક્ધયા કેળવણીના હિમાયતી  ગોવિંદભાઈ ખુંટ , સેવા ક્ષેત્રે કાર્યરત  બાબુભાઈ અસલાલીયા , શિક્ષણના ક્ષેત્રે વર્ષોથી કાર્યરત મનસુખભાઈ જોશી , જાણિતા સાહિત્યકાર લેખક વકતા મોટીવેશનલ સ્પીકર ડો.શૈલેષ સગપરીયા સહિતના મહાનુભાવોને ” ગારડી એવોર્ડ ’ એનાયત કરવામાં આવ્યો હતો  ’ દીકરાનું ઘર ” દ્વારા પ્રતિ વર્ષ એક સંસ્થાકીય એવોર્ડ એનાયત કરવામાં આવે છે . જે ચાલુ સાલ મધર ટેરેસા આશ્રમને અર્પણ કરાયો હતો.

‘ દીકરાનું ઘર” 24 વર્ષની અવિરત સેવા યાત્રા અને તેમની સેવા પ્રવૃતિને બિરદાવી હતી અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા .  કાર્યક્રમને યશસ્વી બનાવવા સંસ્થાના કાર્યકરો સુનીલ વોરા , નલીન તન્ના , હસુભાઈ રાચ્છ , જયદિપ કાચા , જયેન્દ્રભાઈ મહેતા , ફાલ્ગુનીબેન કલ્યાણી , પરિમલભાઈ જોશી , જીતુભાઈ ગાંધી , હસુભાઈ રાહ સહિતના કાર્યકરોએ ભારત જહેમત ઉઠાવી હતી .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.