‘વાંસલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ કોમ, ડોટ કોમ વૃંદાવન આખું…!’જેવી કાવ્યના રચયિતા છે કૃષ્ણ દવે
રાજકોટના ઢોલરા ખાતે ‘દિરકારનું ઘર’ વૃઘ્ધાશ્રમ ના સંસ્થાપક એવા મુકેશ દોશી તેમજ અનુપમ દોશી દ્વારા વૃઘ્ધ માતા-પિતાઓ માટે અનેક સેવાકીય કાર્યો થતા હોય છે. તેઓના મતે દીકરાનું ઘરએ ફકત ‘વૃઘ્ધાશ્રમ’ નહી પરંતુ ‘આનંદશ્રમ ’ છે.
દીરકાનું ઘર વૃઘ્ધાશ્રમ તથા સાહિત્ય સેતુ તેમજ સામાજીક કાર્યકતા ડો. એન.ડી. શીલુના સહયોગથી ગુજરાતના મૂર્ધન્ય કવિ કૃષ્ણ દવેની વડીલો સાથે કાવ્ય ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. કવિ કૃષ્ણ દવે ‘વાંસલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ ડોમ, ડોટ કોમ વૃંદાવન આખું’ અને ‘મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી પથ્થરનો ઇશ્ર્વર શાના જલસા મારે?..’ આવી અનેક કાવ્યના રચયિતા છે.
આ કાર્યક્રમને પ0 જેટલા વડીલોએ હર્ષો ઉલ્લાસથી માણ્યો હતો. તેમજ કાર્યક્રમમાં રાજકોટના અન્ય સામાજીક કાર્યકર્તાઓ જનાર્દન આચાર્ય, સુનિલ વોરા તથા હસુભાઇ રાચ્છ વગેરે ઉ5સ્થિત રહ્યા હતા. આ સાથે ‘દિકરાનું ઘર’ ના સંસ્થાપક અનુપમ દોશી દ્વારા 17મી ડીસેમ્બરના રોજ યોજાનાર ‘વાલુડીના વિવાહ’ અંગે પણ વિશેષ માહીતી આપી હતી.
17 ડીસેમ્બરના રોજ ‘વ્હાલુડીના વિવાહ’નું આયોજન: અનુપમ દોશી
‘દિકરાનું ઘર’ ના ટ્રસ્ટી અનુપમ દોશી એ ‘અબતક’ સાથેની વાતચીતમાં દર વર્ષે યોજાતા ‘વાલુડીના વિવાહ’ અંગે વિશેષ માહીતી આપતા જણાવ્યું હતું ક, 18 ડીસેમ્બરના રોજ વાલુડીના વિવાહ યોજાનાર છે. દર વર્ષે રર દીકરીઓના વિવાહ યોજાય છે. સંસ્થાના મો. નં. 94282 33796 પર સંપર્ક કરીને વધુ માહીતી મેળવી શકો છો.
કાવ્યનું સર્જન કરવું નથી પડતું, એ આપણી અંદરથી જ આવે છે
ગુજરાતના મૂર્ધન્ય કવિ કૃષ્ણ દવેએ ‘અબતક’ સાથેની માહીતીમાં યુવાધનને પ્રેરણા લેવા જણાવ્યું હતું કે જે રીતે માતા પિતા બાળકોનું સિંચન કરે છે તે જ રીતે બાળકો પણ વૃઘ્ધાવસ્થામાં માતા-પિતાની જવાબદારી લે એ તેમના સંસ્કાર છે તથા તેઓ કવિ તરીકે ખુબ જ હર્ષની લાગણી ઉદભવે છે કે કાવ્યો તેમના જીવનનો ભાગ છે જે અંદરથી જ ફૂટી નીકળે છે.