રાજકોટ મેડિકલ કોલેજમાં ૧ એપ્રિલે એકેડેમિક તાલિમ માટે અમદાવાદી મશીન લાવવા જિલ્લા આરોગ્ય અધિકારી ભંડેરીએ મંજૂરી ન આપતા સભ્ય સચિવ લાલઘુમ
રાજકોટ મેડિકલ કોલેજના પીડિયાટ્રીક વિભાગના રેસીડેન્ટ ડોકટરોને તાલીમ માટે અમદાવાદી સોનોગ્રાફી અને ઈકો કાર્ડીયોગ્રાફી મશીન લાવવા માટે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો.ભંડેરીએ મંજૂરી ન આપતા આ મામલે આજે મેડિકલ કોલેજના આરોગ્ય કમીટીના સભ્ય ડો.યોગેશ પરીખે જિલ્લા કલેકટરને રજૂઆત કરી વિર્દ્યાથીથીઓના હિત માટે તાકીદે મંજૂરી આપવા યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ આગામી તા.૧લી એપ્રિલના રોજ રાજકોટ મેડિકલ કોલેજના પીડિયાટ્રીક વિભાગના રેસીડેન્ટ ડોકટરો માટે બાળકોના જટીલ રોગોમાં સોનોગ્રાફી અને ઈકોકાર્ડીયોગ્રાફી મશીનની મદદી સારવાર સંદર્ભે કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે એક વર્કશોપનું આયોજન કરાયું છે. આ વર્કશોપ માટે અમદાવાદી પાંચ મશીનો લાવવાના હોય જે માટે જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય અધિકારીની મંજૂરી આવશ્યક હોય છે. પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારી કચેરીના કલાર્ક દ્વારા મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં અખાડા કરવામાં આવતા વર્કશોપ આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં હોય. આ મામલે આજે મેડિકલ કોલેજના આરોગ્ય કમીટીના ડો.યોગેશ પરીખ સમગ્ર બાબતી જિલ્લા કલેકટરને વાકેફ કર્યા હતા.
વધુમાં ડો.યોગેશ પરીખે સોનોગ્રાફી અને ઈકોકાર્ડીયોગ્રાફી મશીન લાવવા સંદર્ભે અગાઉ વડોદરા, જયપુર, અમદાવાદ સહિતના શહેરોમાં મેડિકલ કોલેજ દ્વારા આવા વર્કશોપ તા હોવાના પુરાવા જોડવાની સો સો આ પ્રકારના વર્કશોપ ખાનગી હોટલોમાં કરવામાં આવતા હોવા છતાં જે તે જિલ્લાના આરોગ્ય અધિકારી દ્વારા પરમીશન આપવામાં આવતી હોવાના પુરાવા પણ રજૂ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બાળકોની જટીલ સારવાર માટે ઈકોકાર્ડીયોગ્રાફી અને સોનોગ્રાફી મશીનનો ઉપયોગ જ‚રી હોય છે અને આ તાલીમ રેસીડેન્ટ ડોકટરોને આપવી અત્યંત જ‚રી હોવા છતાં જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડોકટર હોવા છતાં આ ગંભીર બાબત સમજતા ન હોય સમગ્ર મામલો જિલ્લા કલેકટર સુધી પહોંચ્યો છે.