પરીક્ષા, ડિપ્લોમાં અવા પોસ્ટ ગ્રેજયુએશન વિના અલ્ટ્રાસાઉન્ડ ક્લિનીક, ઈમેજીંગ સેન્ટર ખોલી શકાય નહીં
સોનોગ્રાફી સેન્ટરો ચલાવવા માટે પ્રેકટીશરોએ ૬ મહિનાની ટ્રેનિંગ અવા પરીક્ષા પાસ કરવી ફરજીયાત બનશે. ગુજરાત હાઈકોર્ટે ગુ‚વારે જાહેર કર્યું હતું કે, પરીક્ષા પાસ કર્યા વિના સોનોગ્રાફી પ્રેકટીશરો ધંધો કરી શકશે નહીં. ૨૦૧૫માં બે સોનોલોજીસ્ટ જેણે ટ્રેનિંગ લીધી ન હતી તેમના કલીનીક બંધ ઈ જતાં રિન્યુ માટેની અરજી કરવામાં આવી હતી. તેઓ અલ્ટ્રાસાઉન્ડ ટ્રેનિંગ, પ્રોગ્રામ અને ઈમેજીંગ સેન્ટર ખોલવા માંગતા હતા પરંતુ પરીક્ષા પાસ ન કર્યા હોવાને કારણે હાઈકોર્ટે તેની અરજી ફગાવી હતી.
પ્રિ-કોન્સેપ્શન અને પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટીક પોસ્ટ ગ્રેજયુએશન અવા ડિપ્લોમાં ડિગ્રી વિના જેનેરીક કલીનીક, અલ્ટ્રાસાઉન્ડ કલીનીક અવા ઈમેજીંગ સેન્ટર ચલાવી શકે નહીં પરંતુ ડોકટરો આ પ્રકારના કલીનીકો ચલાવી શકે છે. હાઈકોર્ટમાં ડોકટરોનો પક્ષ રજૂ કરતા વકીલ વિરાટ પોપટ કહે છે કે, સોનોલોજીસ્ટે વધારાના શિક્ષણની જરૂર છે તેવું કહેવામાં આવ્યું ની અને કેન્દ્ર નવા નિયમો શા માટે બનાવે છે જયારે ફકત મેડિકલ કાઉન્સીલને જ નવા નિયમો ઘડવાનો અધિકાર છે.
ત્યારે હાઈકોર્ટે આ અરજીને ફગાવતા મામલો સુપ્રીમ કોર્ટે પહોંચ્યો હતો. તેમણે કહ્યું કે, ટ્રેનિંગ અવા ડિગ્રી સોનોગ્રાફી પ્રેકટીશનરો માટે પણ ફરજીયાત જ રહેશે.