સગર્ભા મહિલાઓને સામાન્ય સોનોગ્રાફી માટે રાજકોટ-અમદાવાદ ધકકા
લીંબડી મા ત્રણ હોસ્પિટલમાં જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ચેકીંગ હાથ ધર્યું હતું ત્યારે ફોર્મ ઋ મા અધુરી વિગતોને કારણે સોનોગ્રાફી મશીનને સીલ મારવામાં આવ્યા. પણ એ અધિકારીને ખબર નથી તેની આવી હરકત ને કારણે લીબડી ની સગર્ભા મહિલાઓને સામાન્ય સોનોગ્રાફી માટે સુરેન્દ્રનગર અમદાવાદ રાજકોટ જવું પડશે અને આ સમય દરમિયાન આ એક પણ સગર્ભા સ્ત્રીને કઈ જીવનુ જોખમ થાય તો જવાબદાર કોણ. કોઈ અન્ય સોનોગ્રાફી સેન્ટરની લાગવગથી લીબડી આવ્યા હોય તેમ જણાય આવે છે કેમ કે જો લીંબડી મા સોનોગ્રાફી સેન્ટર બંધ થાય તો અન્ય જગ્યાએ ફુલ પૈસા નો વકરો થાય.
આવે છે તો દલિત મહિલાઓ, મુશ્લીમ મહિલાઓ, ઓબીસી મહિલાઓ અને જનરલ કેટેગરીની ગરીબ મહિલાઓ. હાલ લીબડી મા ત્રણ જગ્યાએ સોનોગ્રાફી મશીનો ને સીલ કરવામાં આવ્યા છે તે મોટું રાજકારણ હોય તેવું લાગી રહ્યું છે. જો આરોગ્ય અધિકારી આટલા બધા બાહોસ હોય તો લીંબડી સિવિલ હોસ્પીટલમાં ગાયનેક તેમજ અન્ય ડોકટરો નથી તેની પાછળ પડે. આ હલકા તંત્રએ લીબડીની પ્રજા નું લોહી ચુછવામા બાકી નથી રાખ્યું ત્યારે હાલ આવા અધિકારીઓના કારણે દલિત મહિલાઓ, મુશ્લીમ મહિલાઓ, ઓબીસી મહિલાઓ અને જનરલ કેટેગરીની ગરીબ મહિલાઓને સહન કરવાનો વારો આવ્યો છે. હવે એવો પ્રશ્ન થાય છે કે આ બાબતે કોની કોની મિલિભગત છે કેટલા રૂપિયાનું સ્ટીંગ છે. હાલ દલિત મહિલાઓ, મુશ્લીમ મહિલાઓ, ઓબીસી મહિલાઓ અને જનરલ કેટેગરીની ગરીબ મહિલાઓને સુરેન્દ્રનગર રાજકોટ અને અમદાવાદ જો જવું પડશે અને આ સમયે કોઈ મહિલા કે બાળકને જીવ ગુમાવવો પડશે?
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com