સગર્ભાવસ દરમ્યાન ગર્ભમાં રહેલ બાળકનો વિકાસ, શારિરીક ખોડખાપણ, હદયના ધબકારા જેવી બાબતોની જાણકારી મેળવવા માટે તેમજ માતા અને બાળકના મૃત્યુદર ઘટાડવા માટે સમયાંતરે ગર્ભમાં રહેલ બાળકની સોનોગ્રાફી કરાવવી ખૂબજ જરૂરી છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકાની જનરલ હોસ્પીટલ ખંભાલીયા મુકામે સગર્ભા સ્ત્રીઓને સોનોગ્રાફી કરવા માટે અદ્યતન સોનોગ્રાફી મશીનની સુવિધા સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
હોસ્પીટલમાં ફરજ બજાવતા સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.એ.એ.કુરેશી દ્વારા સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી કરવામાં આવે છે. આ બાબત ધ્યાને લઈ જિલ્લાના તમામ શહેરી તા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સગર્ભા બહેનોને અઠવાડીમાં કુલ-૩ દિવસ સોમવાર, મંગળવાર અને બુધવાર જનરલ હોસ્પીરટલ, ખંભાલીયા મુકામે તદ્દન નિ:શુલ્ક સોનોગ્રાફી કરવામાં આવે છે.
જેી દેવભૂમિ દ્વારકા જિલ્લાની સગર્ભા સ્ત્રીઓએ વધુમાં વધુ પ્રમાણમાં લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ દ્વારા અપીલ કરવામાં આવે છે.