ગુજરાત ના પછાત ગણાતાં ઉના તાલુકા માં પાયા ની સુવિધા આપવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે તાલુકા ના એક પણ કેન્દ્ર માં સોનોગ્રાફી ની સુવિધા નથી જેને કારણે ગરીબ મહિલા ઓ ને ફરજીયાત બહાર પ્રાઇવેટ માં સોનોગ્રાફી કરવા મજબૂર બનવું પડે છે એક તરફ સરકાર શીશુ જનની સુરક્ષા ના નામે યોજના ચલાવે છે જેમાં સગર્ભા મહિલા ને પ્રેગ્નન્સી ની શરૂઆત ના તબકકા થી લઇ ને બાળક નો જન્મ થાય ત્યાં સુધી ની તમામ સુવિધા આપવામાં આવે છે.
પરંતુ ઉના તાલુકા અને ગીર ગઢડા તાલુકા માં સોનોગ્રાફી ની સુવિધા નથી અને ગરીબ મહિલાઓ પૈસા ના અભાવે તે કરાવતી નથી જેના કારણે સગર્ભા મહિલા અને બાળક બને ની જાન ખતરા માં રહે છે ઉના બ્લોક હેલ્થ ઓફિસર નો આ બાબતે સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે ઉના બ્લોક ઓફીસે પ્રાઇવેટ ડોક્ટર સાથે કરાર કરેલ અને તે માર્ચ માં પૂરો થઈ ગયો છે.
ત્યારે દર પેસેન્ટ દીઠ 390 રૂપિયા ચાર્જ અપાતો હતો હવે એટલા ભાવ માં કોઈ ડોક્ટર રાજી નથી તો સવાલ એ થાય છે કે આટલા રૂપિયા પ્રાઇવેટ ડોક્ટર ને આપવા કરતા સોનોગ્રાફી મશીન ઉના સરકારી હોસ્પિટલ ને આપવામાં આવે તો તમામ પ્રશ્નો નો નિકાલ આવી શકે એમ છે પરંતુ એના માટે ઈચ્છા શક્તિ ની જરૂર પડે છે જે અહીં ના કોઈ આગેવાન માં નથી ગરીબ દર્દી આજે પ્રાઇવેટ માં જય ને સોનોગ્રાફી કરાવે તો પછી આ શિશુ જનની યોજના નો કોઈ મતલબ જ નથી રહેતો તો બીજી તરફ ઉના સરકારી માં રોજ 30 થી વધુ મહિલા બતાવા આવે છે.
અને રોજ 10 થી વધુ ડિલિવરી થાય છે તેમજ દર ગુરુવારે 150 થી વધુ સગર્ભા બતાવા આવે છે ત્યારે તેમા ની મોટા ભાગ ની મહિલા પૈસા ના અભાવે સોનોગ્રાફી કરાવ્યા વગર ઘરે ચાલી જાય છે ત્યારે આમ પણ આ તાલુકા માં આંદોલન કરો તો જ સરકારી સુવિધા મળે છે ત્યારે આવનારા દિવસો માં સુવિધા મળે છે કે નવા કોન્ટ્રાક્ટ આપી ને સુવિધા આપશે તે જોવું રહ્યું….
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com