આગામી લોકસભામાં ભાજપને સત્તા પરી દૂર રાખવા ૧૭ પક્ષો સાથે ગઠબંધન મજબૂત બનાવવા પ્રયાસ
યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી આગામી ૨૦૧૯ લોકસભા ચૂંટણીને લઈ ૧૭ વિરોધ પક્ષો સાથે ડિનર ડિપ્લોમસી કરવા જઈ રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ એનડીએ સરકાર સામે યુપીએ પોતાના સાથીઓને એકઠા કરી વિરોધ પક્ષને મજબૂત બનાવવા જઈ રહ્યું છે.
આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા આ ડિનર ડિપ્લોમસીમાં તખ્તો તૈયાર કરવામાં આવશે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરન્ડી તેમજ ઝારખંડ વિકાસ મોરચાના હેમંત સોરેન, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની આવામ મોરચાના ચીફ જીતન રામ માંજી સહિતના નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ટીડીપી, બીજેડી અને ટીઆરએસને ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું ની.
લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વીની યાદવ પણ આ બેઠકમાં હાજર રહે તેવી શકયતા છે. તૃણમુલ કોંગ્રેસના નેતા સુદીપ બંડિયોપધ્યાય, ડીએમકેના કનીમોજી અને સમાજવાદી પક્ષના રામ ગોપાલ યાદવ, સીપીઆઈના સીતારામ યચુરી તેમજ કેરલ કોંગ્રેસ તા જેડીએસના નેતાઓ, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને આરએલડીના આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહે તેવી સંભાવના છે. આ ડિપ્લોમસી ૧૦, જનપ ખાતે થશે.