વેર વિખેર થઈ ગયેલી કોંગ્રેસને પુન: બેઠી કરવા સોનિયા ગાંધીની કવાયત: ૧૯ અને ૨૦મી ડિસેમ્બરે મહત્વની બેઠક બોલાવાઈ
કોંગ્રેસના યોગ અને ગ્રહદંશ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલી છે. સોનિયાગાંધીના અંગત સલાહકાર અહેમદપટેલની ગેરહાજરીમાં હવે પક્ષની મુશ્કેલીઓ નિવારવા અને ડેમેજ ક્ધટ્રોલ ઓપરેશન ખુદ સોનિયા ગાંધીએ હાથમાં લીધું હોય તેવા નિર્દેશો વચ્ચે પક્ષના નારાજ અને મતભેદો ધરાવતા ૨૩ નેતાઓનાં ફુલટાઈમ પ્રમુખ અંગે લખાયેલા પત્રથી હચમચી ઉઠેલા પક્ષના આંતરીક વર્તુળો અને સર્જાયેલા વમળો વચ્ચે રાહુલ ગાંધક્ષની હાજરીમાં સોનિયા ગાંધી ટુંક સમયમાં સોનિયા ગાંધી ૨૩ નેતાઓની બેઠક યોજશે.
વેરવિખેર થઈ ગયેલી કોંગ્રેસને પૂન: બેઠી કરવાની કવાયતના ભાગ +રૂપે નેતાઓ અને પક્ષની આધારશીલા ગણશતા નેતાઓ વચ્ચે ઉભા થયેલા મતભેદો દૂર કરવાના હેતુ સાથે સોનિયા ગાંધીએ ૧૯ અને ૨૦ ડિસે. સંગઠન સહિતના પક્ષના મહત્વના મુદાઓની ચર્ચા માટે એક બેઠક બોલાવી છે.સંસદનું શિયાળુ સત્ર યોજાવવાનું નથી ત્યારે કોંગ્રેસ અને તેના સહયાગેઓની અસામ, તામિલનાડુ, પ. બંગાળની ચૂંટણી ખેડુત પ્રદર્શન અને પક્ષની ચૂંટણી અંગે વિચાર વિમશ કરવામાં આવશે એવી ચચા પણ થાય છે કે કોંગ્રેસ નવા પ્રમુખની વરણી માટે જાન્યુ. મહિનામાં મહાપરિષદ યોજીને નેતાગીરી અને ભવિષ્યના આયોજનની ચચા કરશે.
૨૩ નેતાઓએ ગયા ઓગષ્ટ મહિમાં પક્ષ પ્રમુખની વરણીને લઈને મોવડી મંડળને પત્ર લખ્યો હતો. કેટલાક નેતાઓ વચ્ચે મતભેદો પ્રવર્તી રહ્યા છે.
ગુલામનબી આઝાદ, કપીલ સિમ્બલ શશી થરૂર, મનીષ તિવારી, આનંદ શર્મો વી.જે.કુરીયન રેણુકા ચૌધરી, મિલીન દેવરા, સહિતના નેતાઓ સાથે સોનીયા ગાંધીએ બેઠક યોજવાનું નકકી કર્યું છે.