હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંઘ હુડાની પણ પૂછપરછ
કોંગ્રેસ અઘ્યક્ષ સોનીયા ગાંધીના ન્યુઝ પેપર નેશનલ હેરાલ્ડની લેન્ડ ડીલ બાબતે કોંગ્રેસના ટ્રેઝરર મોતીલાલ વોરા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્ડ્રસિંહ હુડાને ઇડીનું તેડુ આવ્યું છે. મની લોન્ડરીંગના આ કેસમાં બન્નેની પૂછપરછ કરવામાં આવશે. નેશનલ હેરાલ્ડ ન્યુઝપેપરના પબ્લીશર એસોસિએટ જર્નલ લી.ને જમીનની ફાળવણીમાં ગોટાળા બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં મની લોન્ડરીંગ એક્ટ હેઠળ કેસ દાખલ યો હતો. ર૦૦૫માં ફાળવાયેલી આ જમીનમાં છેતરપિંડી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે ત્યારે આ બાબતે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં નેશનલ હેરાલ્ડના શેર હોલ્ડીંગનો પણ સમાવેશ યો હતો. ખાસ કરીને કોંગ્રેસ અઘ્યક્ષ સોનીયા ગાંધી પણ આ કેસમાં સંડોવણી ધરાવતા હોવાની વાતને કેન્દ્ર સને રાખીને સમગ્ર કાર્યવાહી ઇ રહી છે. આ બાબતે વોરાની તેમના દિલ્હીના નિવાસ સને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં લેન્ડ ડીલમાં યેલા ગોટાળાનો સમાવેશ ાય છે. આ ઉપરાંત જમીનની ફાળવણી સમયે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રસિંઘ હુડા હોવાી તેની પણ આ કેસમાં સંડોવણી હોવાની સંભાવના છે. આ સંભાવનાને ઘ્યાને રાખીને ઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં આગામી સમયમાં વધુ મહત્વના ખુલાસાઓ ાય તેવી પણ શક્યતા દર્શાવાઇ રહી છે.