મનમોહનસિંહ વડાપ્રધાન પદ માટે મારા કરતા વધુ લાયક હતા: સોનિયા ગાંધી
કોંગ્રેસમાં દશકાઓી ચાલ્યા આવતા પરિવારવાદને તિલાંજલી આપવાના સંકેત સોનિયા ગાંધીએ આપ્યા છે. યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ ગઈકાલે કહ્યું હતું કે, ભવિષ્યમાં કોંગ્રેસના પ્રમુખ નેહરૂ-ગાંધી ફેમીલી બહારના પણ બની શકે છે. સોનિયા ગાંધીએ ૨૦૦૪માં મનમોહનસિંહને વડાપ્રધાન પદ સોંપવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, હું મારી મર્યાદાઓને સારી રીતે જાણુ છું, મને ખબર હતી કે મનમોહનસિંહ મારા કરતા વધુ સારા પ્રધાનમંત્રી સાબીત શે.
સોનિયા ગાંધીએ મુંબઈમાં આયોજીત ઈન્ડિયા ટુડેના કોન્કલેવમાં આ નિવેદન આપ્યું હતું.
શું ભવિષ્યમાં કોંગ્રેસના સુકાની પરિવાર બહારના હશે ? તે પ્રશ્ર્નના જવાબમાં સોનિયા ગાંધીએ કહ્યું છે કે, હા કેમ નહીં ભવિષ્યમાં પરિવાર બહારના પણ કોંગ્રેસના સુકાની બની શકે છે. તેમણે કહ્યું હતું કે, આગેવાનોને ચૂંટવા માટે કોંગ્રેસમાં લોકશાહી પ્રક્રિયા અપનાવવાની પરંપરા ચાલી આવે છે. તેમણે અમેરિકામાં બુશ અને કલીન્ટન પરિવારનું ઉદાહરણ પણ આપ્યું હતું.
તમે કેમ વડાપ્રધાન ન બન્યા તે પ્રશ્ર્નના જવાબમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, મનમોહનસિંહ મારા કરતા વધુ સારા ઉમેદવાર હતા. મને મારી હદની ખબર હતી. કોંગ્રેસ છોડીને ચાલ્યા જતાં પ્રતિનિધિઓ અંગે તેમણે કહ્યું હતું કે, કેટલાક કોંગ્રેસ છોડી જઈ રહયાં છે. મને આવા લોકો ડરપોક લાગે છે. તેઓ કોંગ્રેસને આગળ લાવવા પ્રયત્ન પણ કરતા નથી.