કોંગ્રેસમાં પ્રવર્તી રહેલી રાજકીય અસમંજસની સ્થિતિ વચ્ચે નવા ચૂંટાયેલા કોંગ્રેસી સાંસદો સોની સોનિયાની બેઠકમાં ભવિષ્યની રણનીતિ ઘડી કઢાશે
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની થયેલી ભારે રાજકીય પીછેહઠ બાદ રાહુલ ગાંધીના રાજીનામાના પગલે કોંગ્રેસમાં રાજીનામાઓની હેલી શરૂ થઈ છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કોંગ્રેસના સાંસદોની એક તાકિદની બેઠક આજે બોલાવી છે. ગઈકાલ મોડી સાંજે સોનિયા ગાંધી નવા ચૂંટાયેલા કોંગ્રેસના સાંસદોને પક્ષના મુખ્ય કાર્યાલયે મળ્યા હતા. રાહુલ ગાંધી કોંગ્રેસના લોકસભાના મુખ્ય નેતા અધિરંજન ચૌધરી અને કે સુરેશે પણ નવા સંસદ સભ્યોને સંબોધ્યા હતા. આ બેઠક નવા સાંસદો સાથેની રાબેતા મુજબની ઔપચારિક બેઠક હતી. આ વખતે સાંસદમાં કોંગ્રેસના ૫૨ નવા સાંસદોમાં ૩૧ પ્રથમ વખત ચૂંટાયેલા સાંસદો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી પ્રમવાર ચૂંટાયેલા કોંગી સાંસદોની બેઠક બોલાવી છે. અત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સ્થિતિ ભારે પ્રવાહી તબક્કામાંથી પસારથઈરહી છે. સંસદમાં કોંગ્રેસના ૫૨ સાંસદોમાંથી ૩૧ સાંસદો તો પ્રમવાર ચૂંટાઈને ગૃહમાં પ્રવેશ મેળવ્યો છે.
છેલ્લા એક મહિનાથી કોંગ્રેસમાં લોકસભાની પરાજીત સ્થિતિનો નૈતિકતાના ધોરણે પોતાની જવાબદારીનો સ્વીકાર કરીને કોંગ્રેસના યુવા નેતૃત્વ પદત્યાગ કરી રહ્યો છે. રાહુલ ગાંધીએ રાજીનામુ આપ્યા પછી જયોતિરાદિત્ય સિંધીંયા અને મિલિન્દ દેવરા જેવા નેતાઓના રાજીનામા સોનિયા ગાંધી નવા સાંસદોને આજે સંબોધન કરશે. સોનિયા ગાંધીએ ગઈકાલ મોડી સાંજે પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી પાર્ટીના નવા રાજકીય ભવિષ્ય અંગેની મસલત કરી હતી.