કોરોના કટોકટી સામે રણનીતિ માટે સોનિયા ગાંધીએ ઉચ્ચ સ્તરીય મંત્રણાઓનો દૌર ચલાવ્યો: સ્થિતિની કરી સમીક્ષા
કોરોનાના નવા વાયરામાં કોંગ્રેસ શાસીત રાજ્યોની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે કોંગ્રેસ સાશીત રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિઝ્યુઅલ કોન્ફરન્સ યોજીને સમીક્ષા સાથે સુચનોની આપ-લે કરી હતી. સમગ્ર દેશમાં જ્યારે કોરોના સામે સરકાર અને રાજ્ય સરકારો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે ત્યારે કોંગ્રેસ શાસીત રાજ્યોના મુખ્યમંત્રીએ સોનિયા ગાંધીએ વિડીયો કોન્ફરન્સથી મીટીંગ યોજીને ટેસ્ટ અને રસીકરણને પ્રાધાન્ય આપવા અંગે સુચનો કર્યા હતા. સોનિયા ગાંધીએ ટ્વીટર મેસેજ પર પણ સંક્રમીત લોકોના ટેસ્ટ અને રસીકરણ પર પ્રાધાન્ય આપવા અંગે સુચના કરી હતી. કોવિડ-19 જન્ય કોરોના વાયરસ સામે લડત આપવા માટે રસીની સાથે સાથે જરૂરી દવા, વેન્ટિલેટરની જરૂરિયાતો પૂરી કરવા માટે ગોઠવણ કરવાની સુચના આપી હોવાનું કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજવાલેએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસીત રાજ્યોના મુખ્યમંત્રી અને કોંગ્રેના મંત્રીઓ સાથે મીટીંગ યોજીને સંપૂર્ણ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
કોંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પંજાબના અમરીન્દરસિંગ, છત્તીસગઢના ભુપેશ ભાગેલ સહિતના નેતાઓ આ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં કેન્દ્ર સરકારની સમગ્ર દેશમાં રસી વિતરણ વ્યવસ્થામાં કચાસ રહી ગયાનો આક્ષેપ થયો હતો. સોનિયા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપે જાહેર સભાઓ, ચૂંટણી બેઠકો કોરોના સંક્રમણને ધ્યાને લઈ બંધ રાખવાની જરૂર હતી. શુક્રવારના જાહેર કાર્યક્રમોનો પણ તેમણે ટીકા કરી હતી. સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસીત મુખ્યમંત્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.