ગુજરાતના સર્વાંગી વિકાસ માટે રૂ. ૧.૭૨ હજાર કરોડની જોગવાઇ કરી છે: રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતના સર્વાંગી વિકાસ માટે રૂ. ૧.૭૨ હજાર કરોડની અંદાજપત્રમાં જોગવાઇ કરવામાં આવી છે. જામનગર શહેરને રૂ. ૧૬૦ કરોડના વિકાસ કામોની ભેટ ધરતા મુખ્યમંત્રીએ જ્ણાવ્યું કે, સૌરાષ્ટ્રના એક પણ શહેરને પીવાના પાણીની તકલીફ નહી પડવા દેવામાં આવે. ૫૦૦ કિલોમીટર દુરી પાણી લાવી સૌરાષ્ટ્રના ૧૪૦ શહેરો અને ચાર હજાર ગામડાને પાણી આપવાનું રાજ્ય સરકારે વિસ્તૃત આયોજન ઘડી કાઢ્યું છે.

જામનગર શહેરને પણ ટુંકા સમયમાં પુરતુ પીવાનું પાણી મળી રહે તે માટે આજી-૩ અને ઉંડ નદીમાં નર્મદાના નવા નીર લાવવામાં આવશે. સૌની યોજના આવી જતા જામનગર શહેરને એક પણ દિવસના કાપ વગર નિયમિત પાણી મળશે.

નપાણીયા પાણીનું મેણું સૌરાષ્ટ્રના લોકો હવે ખતમ કરી દેશે અને સૌરાષ્ટ્રનો ખેડુત સમૃધ્ધ બનશે. રાજય સરકારે આરોગ્ય સેવાઓનો વ્યાપ વધુ વિસ્તાર્યો હોવાનું કહેતા રૂપાણીએ ઉમેર્યું કે, અંતરીયાળ ગામોમાં આરોગ્ય સેવા મળે તે માટે સુપર સ્પેશીયાલીસ્ટ તબીબોને સાધન સહાય આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આરોગ્ય શિક્ષણ માટે મેડીકલ કોલેજોમાં બેઠકો વધારવામાં આવી છે.

મુખ્યમંત્રીએ જ્ણાવ્યું કે, ખાનગી શાળાઓની ફીની મનમાની ડામવા માટે ફિ નિર્ધારણ કાયદો પસાર કર્યો છે, તેના પરિણામો મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો પણ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકશે.

પશુ સંરક્ષણ સુધારણા અધિનિયમ ૨૦૧૭ હેઠળ ગૌવંશની હત્યાને રોકવા અને તેનું સંવર્ધન કરવાનો સરકારની પહેલી ભૂમિકા પણ મુખ્યમંત્રીએ સમજાવી હતી. ગુજરાતમાં ધી અને દુધની નદી વહે એ રીતે પશુપાલનની પ્રવૃતિને વેગ આપવામાં આવી રહ્યો છે. તેમ તેમણે કહ્યું હતું.

રૂપાણીએ કહ્યું કે, દેશને નરેન્દ્રભાઇ મોદીમાં અખંડ આશા છે. આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ ટુંકા સમયના ગાળામાં જ નિર્ણય લઇ જામનગર શહેરમાં વિવિધ વિકાસ કામોને મંજુરી આપી તુરંત તેનો પ્રારંભ કરાવ્યો છે. તેઓ માનવીય સંવેદનાી ભરપૂર છે.

જામનગરની ટ્રાફીકની સમસ્યા હળવી કરતાં રૂ. ૮ કરોડના ખર્ચી બનેલા સત્યમ કોલોની અન્ડર બ્રીજ અને રૂ. ૬૫ કરોડના ખર્ચી નિર્મિત દિગ્જામ સર્કલ ઓવરબ્રીજનું લોકાર્પણ કરાયું હતું. તદઉપરાંત અટલ મિશન અંતર્ગત આજી-૩ ડેમી ખીજડીયા સુધી રૂ. ૬૪.૬૧ કરોડના ખર્ચી નંખાનારી પાઇપલાઇન અને રૂ. ૨૨ કરોડના ખર્ચી નિર્માણ પામનાર એમ.પી.શાહ મેડિકલ કોલેજની હોસ્ટેલનું ખાતમુહુર્ત મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. આમા કુલ રૂ. ૧૬૦ કરોડના વિકાસ કામોની જામનગરને ભેટ મળી છે.

મુખ્યમંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાર્ભાીઓને આવાસની ફાળવણીના હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. સો સો તેમણે ઉજ્જ્વલા યોજનાના લાર્ભાીઓને ગેસ કિટ અર્પણ કરી હતી.

વિવિધ સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રી રૂપાણીનું ભવ્ય અભિવાદન કર્યું હતું. મેયર શ્રીમતી પ્રતિભાબેન કનખરા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે ઉર્જા મંત્રી ચિમનભાઇ સાપરીયા, પાણી પુરવઠા મંત્રી બાબુભાઇ બોખિરિયા, રાજયમંત્રી વલ્લભભાઇ કાકડીયા, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળના ચેરમેન દિલીપાસિંહ ચુડાસમા, ધારાસભ્ય મેધજીભાઇ ચાવડા, વસુબેન ત્રિવેદી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિન્ડોચા, ડેપ્યુટી મેયર ભરતભાઇ મહેતા, શાશક પક્ષના નેતા ધર્મરાજસિંહ જાડેજા સહિત નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યાં હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.