દેશ સેવાના શુભ આશયથી તૈયાર કરવામાં આવેલા આ ‘લદાખ ટેંટ’માં ૧૦ સૈનિકો રહી શકે તેવી સુવિધા
આ રચનાત્મક કાર્યને ઉજાગર કરતા શાળા નં.૯૩ના આચાર્ય વનિતાબેન રાઠોડ
લદાખમાં ભારતીય સૈન્ય માટે સૂર્ય ઉર્જાથી ચાલતા ટેંટનું સોનમ વાંગચૂક નામના ઇનોવેટરે નિર્માણ કર્યુ છે. તેઓના આ કાર્યને શાળા નઁ.૯૩ ના આચાર્ય વનિતાબેન રાઠોડે ઉજાગર કરી છે. સોનમ વાંગચૂક દ્વારા એક અદ્ભુત શોધ અને અતિ ઉપયોગી શોધ કરવામાં આવી છે. લડાખ ના એન્જિનિયર શિક્ષણ સુધારક તથા નવી નવી શોધ કરતા વૈજ્ઞાનિક વિચારો ધરાવતા સોનમ વાંગચૂકે હવે લડાખ માં ભારતીય સૈન્યના માટે સૂર્ય ઉર્જાથી ચાલતા ટેંટનું નિર્માણ કર્યું છે. આ ટેન્ટ ભારતીય સેનાઓને ખૂબ જ મદદરૂપ થનાર છે. ખૂબ નીચા તાપમાનમાં આપણા સૈનિકો દેશની રક્ષા માટે બોર્ડર ઉપર કાર્ય કરે છે. દેશના દુશ્મનો ની સાથે સાથે તેમણે કુદરતી આફતો અને માઇનસ તાપમાનનો પણ સામનો કરવો પડે છે. આ સૈનિકો માટે રક્ષા કવચ બનાવ્યું છે. હજારો ફૂટ ઊંચાઈએ ભારતીય સૈનિકો કામ કરતા હોય છે. ત્યાં કડકડતી ઠંડી હોય છે. આવા સૈનિકોને રજાઓ પણ હોતી નથી. આ કડકડતી ઠંડીમાં સૈનિકો માટે આશીર્વાદરૂપ અને વરદાનરૂપ શોધ કે તૈયાર કરી છે. આને જ કહેવાય સાચી દેશસેવા અને દેશભક્તિ….આપણા સૈનિકો કડકડતી ઠંડીમાં ટેન્ટમાં ઠઠુરાઈ જાય છે. હવે એમને મોટી રાહત મળવાની છે. સોનમ વાંગચૂક એ ભારતીય સેના માટે “લડાખ ટેંટ” બનાવ્યું છે. જ્યારે બહાર માઈનસ ૧૫ ડિગ્રી તાપમાન હશે ત્યારે તેમાં માત્ર ૧૫ ડિગ્રી તાપમાન રહેશે. આ ટેન્ટ ગરમ કરવા માટે કોઈ ઈલેક્ટ્રીક કે વીજળી કે બીજી કોઈ ઉર્જાનો ઉપયોગ નહીં થાય. પરંતુ તે સૂર્ય ઉર્જા દ્વારા ચાલશે. દિવસ દરમિયાન સૂર્ય ઉર્જા ને શોષી લે તે કાર્ય કરશે. જેમ ઠંડી લાગે અને રજાઈ ઓઢી લઇ એ તેમ આ રજાઈ સમાન રક્ષાકવચ ટેંટ કાર્ય કરશે. ૧૨ થી ૧૪ કલાક આ ટેંટ ગરમ રહી શકશે. ફરી બીજા દિવસે દિવસના સૂર્યની ઉર્જા થી તે ગરમ થવાનું શરૂ કરશે. આ ટેન્ટ સ્વદેશી મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે. જે આત્મનિર્ભર ભારત ના વિચાર ને મજબૂત કરે છે. આ મટીરીયલ લડાખ માથી જ મેળવવામાં આવ્યું છે. બીજા દેશોમાંથી તેને હવે નહિ પડે. એક ટેન્ટમાં ૧૦ સૈનિક રહી શકશે. એક દિવસ માં ઉભો કરી શકાશે. ટેંટ માં પાણી અને બીજી જરૂરી વસ્તુઓ પણ રાખી શકાશે. હજુ પણ ટેન્ટમાં સુધારાની કામગીરી શરૂ છે. આમ તો લદાખમાં ૨૪ કલાક વીજળી રહેતી નથી. ત્યાં સૈનિકો કેરોસીન કે ડિઝલથી લાકડાઓ સળગાવતા હોય છે. જે તેમના માટે ખૂબ નુકસાન કરતા હોય છે. પરંતુ હવે આ સોલાર ટેન્ટમાં સોલાર થી ચાલતું હીટર મૂકવામાં આવ્યું છે. જેમાં સોલાર ઉર્જા નો સંગ્રહ પણ થઈ શકશે. આ ટેન્ટ નો વજન ૩૦ કિલોથી પણ ઓછો છે. સોનમ વાંગચૂક માટે આખા દેશના સૌ લોકોના દિલમાં પ્રેમ છે. જે હવે આદર અને સન્માનમાં પણ ફેરવાશે. વૈજ્ઞાનિક ને ખુબખુબ સલામ છે. લડાખ માં સોનમ વાંગચૂક ગરીબ બાળકોને શિક્ષણ કાર્ય આપી રહ્યા છે. એક ઇનોવેટરનું કાર્ય કરી રહ્યા છે.