સોનમ કપૂરે ઓગસ્ટ 2022માં પુત્ર વાયુને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મ બાદ સોનમના શરીરમાં ઘણા ફેરફારો જોવા મળ્યા હતા. આ સોશિયલ મીડિયા પોસ્ટમાં સોનમે આ જ ફેરફારોનો ઉલ્લેખ કર્યો છે. સોનમ લખે છે, ‘મારા જીવનના છેલ્લા 16 મહિના ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. આ 16 મહિના દરમિયાન, મેં મારી જાતને સમય આપ્યો, મારા પુત્રની સંભાળ લીધી અને વજન કુદરતી રીતે ઓછું થવા દીધું. હવે હું મારી જાતને પહેલાની જેમ અનુભવી શકું છું.