સફેદ લહેંગમાં રેડ કાર્પેટ પર નજર આવી સોનમ કપૂર…
થોડા સમય પહેલા લગ્નના તાંતણે બંધાયેલ સોનમ કપૂર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ભારતથી રવાના થાય હતી. ત્યાર બાદ તમામ લોકો પોતાનો સ્વાસ રોકીને બેઠા હતા કારણ કે સોનમ કપૂર પહેલી વાર લગ્ન બાદ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વૉક કરવાની હતી. દિપીકા પદુકોણ, પ્રિયંકા ચોપડા, કંગના રનૌત, એશ્વર્યા રાય બચ્ચન બાદ સોનમ કપૂર પોતાનો જલવો બતાવા પહોંચી હતી.
થોડા સમય પહેલા જ સોનમ કપૂરની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર ચાલતી તસ્વીર સામે આવી છે. સોનમ કપૂર સફેદ રંગનો લહેંગો અને ચુંદડી પહેરેલી જોવા મળી હતી જેના પર સિલ્વર કલરનું વર્ક કરેલું હતું. આ અંદાજ થી તેમણે તમામ લોકોને ઘાયલ કરી નાખ્યા હતા. આ પહેરીને સોનમ કપૂર એક દમ પરિ જેવી લાગી રહી હતી. એક બાજુ જોઈએ તો સોનમ કપૂરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2018માં ભારતીય અંદાજમાં જોવા મળી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com