ા.૬૦૦ કરોડનું માર્કેટ ધરાવતી કંપનીનાં IPOમાં પ્રથમ ૩૦ મિનિટમાં જ ૦.૧૮ સબસ્ક્રાઈબ
શેરની કિંમત રૂ.૩૬, ન્યુનતમ ખરીદી ૩ હજાર શેરની
માર્કેટ મેકર માટે ૧.૪૪ લાખ અને અન્ય રોકાણકારો માટે ૧૩.૩૨ લાખ શેર અનામત
મોરબીની સોનમ કલોક લિમિટેડે આજે આઈપીઓ સાથે માર્કેટમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. રૂ.૬૦૦ કરોડનું માર્કેટ ધરાવતી અને વોલ કલોક ઈન્ડસ્ટ્રીઝમાં ત્રીજા નંબરની કંપની સોનમ કલોક લી.ના આઈપીઓમાં પ્રથમ ૩૦ મીનીટમાં જ ૦.૧૮ સબસ્ક્રાઈબ થયું છે. શેરની કિંમત રૂ.૩૬ છે. ન્યુનતમ ખરીદી ૩ હજાર શેર રાખવામાં આવી છે. આ અંગે વિસ્તૃત વિગત આપવા કંપનીનાં પ્રમોટર જયેશભાઈ શાહ, તેમના પુત્રી હર્ષિલ શાહ, પુત્રી ઋત્વી શાહ અને મિલન કોઠારીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ભારતની અગ્રણી ઘડિયાળ ઉત્પાદક કંપની, સોનમ કલોક લિમિટેડ ૨૮,૦૮,૦૦૦ શેરનો રૂ.૧૦.૧૧ કરોડના આઈપીઓ સાથે માર્કેટમાં આવી રહી છે. એનએસઈ ઈમર્જ પર લિસ્ટ થનારો આ ઈશ્યુ તારીખ ૧ જુન ૨૦૧૮ના ખુલશે અને તારીખ ૬ જુન ૨૦૧૮ના બંધ થશે. પ્રતિ શેર ભાવ રૂ.૩૬ છે. જેમાં પ્રતિ શેર ફેસ વેલ્યુ રૂ.૧૦ છે. આ આઈપીઓમાં રિટેલ વ્યકિતગત રોકાણકારો માટે ૧૩,૩૨,૦૦૦ શેર અનામત રાખવામાં આવ્યા છે. જેમાં ન્યુનતમ ખરીદીનો હિસ્સો ૩૦૦૦ શેર છે. તેમજ માર્કેટ મેકર માટે ૧,૪૪,૦૦૦ શેર અનામત રાખવામાં આવ્યા છે. બાકી અન્ય રોકાણકારો માટે ૧૩,૩૨,૦૦૦ શેર રાખવામાં આવ્યા છે. આ ઈશ્યુ પહેલા કંપનીના ૭૨,૦૦,૦૦૦ શેર હશે જે ઈશ્યુ પછી ૧,૦૦,૦૮,૦૦૦ શેર થઈ જશે. ઈશ્યુ પછી કંપનીની ચુકવેલી મુડી રૂ.૧૦.૦૧ કરોડ હશે. ઈશ્યુ પહેલા પ્રમોટરનો હિસ્સો ૧૦૦% રહેશે જે ઈશ્યુ પછી ૭૧.૯૪% થશે જયારે પબ્લિકનો હિસ્સો ૨૮.૦૬% રહેશે. આ ઈશ્યુના લીડ મેનેજર હેમ સેકયુરિટીઝ લિમિટેડ છે અને ઈશ્યુના રજિસ્ટ્રાર બિગશેર સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ છે. આ ઈશ્યુ દ્વારા ઉભા કરેલા નાણાથી કંપની ચાલુ મુડી જરીયાતો, સામાન્ય કોર્પોરેટ હેતુઓ, અસુરક્ષિત લોનની ચુકવણી અને પબ્લિક ઈશ્યુનો ખર્ચ પુરો કરવા માટે કરશે.
કંપની વર્ષ દર વર્ષ સારા પરિણામો નોંધાવી રહી છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૭માં કંપનીની આવક રૂ.૩૮.૨૨ કરોડ રહી છે ૩૧ માર્ચ ૨૦૧૭માં રૂ.૩૮.૩૧ કરોડ હતી અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ (૯ મહિના)માં રૂ.૨૭.૧૬ કરોડ હતી જે ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ (૯ મહિના) વેચાણ કરતા ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ના વેચાણમાં ૩૮.૪૩%ની આવક વૃદ્ધિ સુચવે છે. કંપનીનું ઈબીઆઈટીડીએ (કરવેરા તથા અન્ય ખર્ચ બાદ કર્યા પહેલાની આવક) માર્જિન વર્ષ ૨૦૧૭ (૯ મહિના)માં ૧૩.૮૮% હતી જે વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં ૧૧.૩૦% હતી. પ્રતિ શેર બુક વેલ્યુ વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં રૂ ૧૨.૯૮ હતી જે વર્ષ ૩૧ ડિસેમ્બર ૨૦૧૭માં રૂ. ૧૬.૧૨ થઈ છે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં કંપનીની કુલ આવકના ૨૨.૨% અન્ય દેશોમાં નિકાસથી હતી.
૨૦૦૧માં સોનમ કલોક લિમિટેડની સ્થાપના મોરબી, ગુજરાતમાં કરવામાં આવી હતી. કંપનીના પ્રોમોટર જયેશભાઈ શાહનો આ ઉધોગમાં ૩૨ વર્ષનો અનુભવ છે અને તેઓએ પાયેથી સંઘર્ષ કરતા કંપનીને આજે ભારતના ટોચના ૩ ઘડિયાળ ઉત્પાદકો પૈકી એક ગણાવી દીધી છે. કંપની વિવિધ કલોકનું ઉત્પાદન કરે છે જેમ કે એલઈડી ડિજિટલ કલોક, એલસીડી કલોક, લાઈટ સેન્સર કલોક, પેંડયુલમ કલોક, મ્યુઝિકેલ કલોક, રોટેટિંગ પેંડયુલમ મ્યુઝિકેલ કલોક, ડિઝાઈનર કલોક, એલાર્મ કલોક, ટેબલ કલોક અને સામાન્ય કલોક. કંપનીની વિવિધ કલોકની હાલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૭૨ લાખ એકમ છે જયારે કલોક મુવમેન્ટની હાલની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૨૪૦ લાખ એકમ છે.
કંપની ઘડિયાળના મુવમેન્ટનું વેચાણ પણ કરે છે. કંપનીના ઉત્પાદનો ભારતભરમાં જોવા મળે છે, સાથે કંપની ૨૭ દેશોમાં પણ પોતાની ઘડિયાળોનું નિકાસ કરે છે. કંપનીના કોર્પોરેટ ગ્રાહકોમાં કોકાકોલા, એલઆઈસી,દાલમિયા ભારત સિમેન્ટ, બેન્ક ઓફ ઈન્ડિયા, આઈડિયા, નિરમા, ક્રોસીન, જયાલુકકાસ વગેરે છે. કંપની ત્રણ બ્રાન્ડ હેઠળ એની ઘડિયાળોનું વેચાણ કરે છે.