ભોપાલ ખાતે યુનિક ટ્રસ્ટના સહયોગથી પેરા વોટર સ્પોર્ટસ નેશનલ ગેમ્સમાં ગુજરાતે કરાવી એન્ટ્રી
યુનીક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગોએ રમતગમત ક્ષેત્રે નવા આયામો મેળવવા હંમેશા અગ્રસર રહ્યા છે. પાવરલીફ્ટીંગ, સ્વિમિંગ, અથેલેટિક્સ, ટેબલ ટેનીસ, બેડમીંટન, શુટિંગ સહિતની વિવિધ રમતોમા દીવ્યાંગોમાં રહેલી રમત ગમતની પ્રતિભાને બહાર લાવીને તેમને ક્ષેત્રિય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર પહોચાડવાની કામગીરી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15 વર્ષથી સતત કરવામા આવે છે તેમ જ પેરાલિમ્પિક કમીટી ઓફ રાજકોટ અને મોરબી જીલ્લા તરીકે ફરજ નિભાવે છે. સંસ્થાના દિવ્યાંગોએ વિવિધ રમતોમા નેશનલ કક્ષાએ 33થી વધુ મેડલો મેળવેલ છે.
આ આયામને તાજેતરમા જ સંસ્થાની પેરા ખેલાડી કુ. સોનલ વસોયાએ નવી દિશા નેશનલ કેનોમાં ચેમ્પીયનશીપ 2024માં બે ગેમ્સ પેરા કેન અને પેરા કાપ્રાકીંગમા સિલ્વર મેડલ મેળવેલ છે. સોનલ વસોયા ભોપાલમા જ આ રમત માટે પ્રશિક્ષણ પ્રાપ્ત કરી રહી છે. સોનલ વસોયાની આ સ્ફળતા તેણીના કોચ મયંકભાઇ રાઠોડ અને અનિલભાઇ રાઠીની અથાક મહેનત અને માર્ગદર્શનની ઋણી છે. આ ઉપરાંત પેરા એશોશીયન ઓફ ગુજરાતના કાંતીભાઇ અને ગૌરવભાઇએ પણ તેણીને ખુબ સ્પોર્ટ કર્યો છે.
આ સિધ્ધી બદ્લ કુ. સોનલ વસોયાને સંસ્થાના પ્રમુખ શૈલેષભાઇ પંડ્યા મો. 9277807778 અને મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પંડયાએ અભીનંદન આપેલ હતા અને આગામી જાપાનમા યોજાનાર ઇંટરનેશનલ સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપી હતી. શૈલેષભાઇ પંડ્યાએ વધુમા જણાવતા કહ્યુ કે માર્ચ મહીના બાકી દિવસોમા પેરા પાવરલિફ્ટિંગની દિલ્લી ખાતે અને સ્વિમિંગની ગ્વાલીયર ખાતે નેશંનલ ગેમ્સ રમાવાની છે. જેમા અમને વિશ્વાસ છે કે યુનીક ટ્રસ્ટના દિવ્યાંગો પોતાનુ કૌશ્લ્ય બતાવીને મેડલ જરૂર હાશલ કરશે.