જુદી જુદી સ્પર્ધાને લીધે દર્શકોમાં પણ જોવા મળતો ઉત્સાહ : મહા આરતી યોજાઇ એસપી રબારી ફેમેલી સાથે ટ્રેડિશ્નલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા
જૈન વિઝન સંસ્થા આયોજિત સોનમ ગરબામાં ભક્તિ અને શક્તિનો રંગ ધીરે ધીરે વધુ ઘૂંટાઈ રહ્યો છે અને સેંકડો ખેલૈયાઓ ઓરકેસ્ટ્રાનાં તાલે ઝૂમી રહ્યા છે. સોનમ ગરબામાં પ્રખ્યાત સિંગરો અને ઓરકેસ્ટ્રાનાં જોશ સાથે ખેલૈયાઓના જોમ વચ્ચે જાણે કે સ્પર્ધા થતી હોય તેવો માહોલ સર્જાય છે. આ આયોજનની વ્યવસ્થા અને પારિવારિક માહોલ જોઇને ખેલૈયાઓ જ નહી પણ આ રાસોત્સવ જોવા આવનારા લોકોએ પણ શહેરના શ્રેષ્ઠ આયોજનનું બિરુદ આપ્યું છે. આ બિરુદ માટે જૈન વિઝ્ને આયોજનમાં સહયોગ આપનારા દાતાઓ, ખેલૈયાઓ અને સમસ્ત જૈન પરિવારોનો આભાર પણ માન્યો છે.
ચોથા નોરતે વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં મહા આરતી યોજાઈ હતી અને સોએ તેનો લાભ લીધો હતો. આજે પાંચમા નોરતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે. ચોથા નોરતે જૈન વિઝનના આંગણે જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમાં પૂજ્ય નિલેશ્વરાનંદજી મહારાજ, પુજ્ય અંકિત સ્વામી, ધનશુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, ડો.વલ્લભભાઈ કથરીયા, ચેતનભાઈ રામાણી ડો.દર્શીતાબેન શાહ, ડો.વિજય દેસાણી, કિશોર ભાઈ રાઠોડ, જયેશભાઈ બોધરા, માયુરધવજસિંહ જાડેજા, યોગિરાજ સિંહ ટાલાતીયા, મહેશ રાજપૂત, અશોકસિંહ વાઘેલા, ગાયત્રીબા વાઘેલા, કાસમીરાબેન નથવાણી, બકુલભાઇ નથવાણી, મંગેશભાઈ દેસાઈ, સમીરભાઈ શાહ, વિક્રમસિંહ પરમાર, સંજયભાઈ દોશી, સી.એમ શેઠ, ડોલરભાઈ કોઠારી, પ્રવીણભાઈ કોઠારી, સુનિલ ભાઈ શાહ, વિભાસભાઈ શેઠ, જયેશભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ રૂપાણી, રાકેશભાઈ ડેલીવાળા, એ.સી.પી રબારી, ડો નયન ભાઈ કલાવડીયા, અશોકભાઈ લાલાણી, મયુરભાઈ મકવાણા, પીયૂસભાઈ કંસાગરા, રાજેશ્રીબેન ડોડીયા અરુણભાઈ નિર્મળ સંજયભાઈ દોશી, હિરેનભાઈ ગોવાણી, આશિષભાઈ ડાભી, બ્રિજેશભાઈ પડીયા, સિધ્ધાર્થ ડોડીયા સહિતના આગવાનો વિશેષ ઉપસ્થિત રહેલ હતા સમગ્ર કાર્યક્રમ ને સફળ બનવા ટિમ જૈન વિઝન આગેવાનો જેહમત ઉઠાવી રહ્યા છે.