કુંકાવાવમાં મેઘરાજાએ હેત વરસાવતા ખાલી પડેલ નદી નાળા, ગામના જીવાદોરી સમાજ ડેમ છલકાયા છે. થોડા દિવસો પહેલા ઝાપટાની જેમ વરસતા વરસાદ મોલાતને પોષણ આપતા હતા ત્યારે લોકોને પાણીના પ્રશ્ર્નની ચિંતા ઘેરતી હતી. પરંતુ કુદરત ધારે તો શુ નકરી શકે આવા સમયમાં સારો વરસાદ વરસતા આજુબાજુના ગામન નદી નાળા છલકાવી દીદા છે. ધીંગી ધારે વરસતા હેતને ગ્રામજનોએ ફટાકડા ફોડી વધાવ્યા હતા. ખેતીકામ કરતા ખેડુતોમાં પણ હરખની હેલી જોવા મળી છે. ગામના વિસ્તારો ઘનશ્યામનગર, દરવાજા, બસ સ્ટેન્ડ વિસ્તાર, નાજાપૂર દરવાજા, જુનુ આંબેડકરનગરમાં પાણી ફરી વળ્યા હતા. વાહન ચાલકોને થોડી મુશ્કેલી જણાતી હતી. તેમ છતા સારા વરસાદની ખુશી પણ હતી વર્ષ ૨૦૧૫માં તુટી પડેલ સોનલ ડેમમાં ગયા વર્ષે ઓછુ પાણી ભરાયું હતુ તો આ વર્ષે ડેમ છલકાતા ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી સીઝનમાં પ્રથમ સારા વરસાદથી આનંદની લહેર જોવા મળી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.