આજથી રવિવાર સુધી ત્રિદિવસીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જવેલરી શો તમારું મન ન મોહી લે તો જ નવાઈ!: આનંદ શાહનું અનેરુ આયોજન
માનુનીઓ પોતાની સુંદરતા અને દેખાવ અંગે હંમેશા સજાગ રહે છે. આવી સ્ત્રીઓને મનલુભાવે તેવા ઈન્ડિયન જવેલરી શોનો આજથી ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી સર્કલ પાસે ફોર્ચ્યુન પાર્કમાં પ્રારંભ થઈ ચુકયો છે. રવિવાર સુધી આયોજીત આ એસ્કલુઝીવ ગોલ્ડ એન્ડ ડાયમંડ એકઝીબીશન મન મોહી લેશે. આ એકિઝબીશનમાં આનંદ શાહ, ગોલ્ડન જવેલર્સ, અબ્ધી જવેલર્સ, બીઆર ડિઝાઈન, ઓરીજનલ્સ ગોલ્ડ-ડાયમંડ જવેલરી, કે.આર સન્સ અને ગિત જવેલસ સહિતની નામાંકિત બ્રાન્ડનું કલેકશન જોવા મળશે.
આનંદ શાહ અને ગોલ્ડન જવેલર્સના ઓનર દિપક વાઘાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ૨૨ કેરેટમાં મોર્ડન કટ છે તે તદન નવું છે અને નેચરને લગતી જવેલરી અમો બનાવીએ છીએ જેવી કે વુડસ, ટ્રી, બડર્સ તેનાથી પ્રેરણા લઈ અલગ જવેલરી અમો બનાવીએ છીએ. આખી જવેલરીનું કામકાજ વર્લ્ડના ટોપ ડીઝાઈનર આનંદ શાહનું હોય છે. સુરતમાં અમારી જવેલરી લોકોને પસંદ આવે છે અને રાજકોટને રંગીલુ કહેવામાં આવે છે. જવેલરીના શોખીન છે તો તે ધ્યાનમાં લઈ અહીં એકઝીબીશન કરવામાં આવ્યું છે. અમારી બધી જ જવેલરી હેન્ડક્રાફટ છે. તેમાં કલર પુરવામાં આવે તે બીકાનેરી પેઈન્ટીંગથી પુરવારમાં આવે તેનું મીક્ષ કરી મોર્ડન જવેલરી બનાવી છે. રાજકોટ પહેલેથી જ ગોલ્ડ માર્કેટ પ્રખ્યાત છે. અહીં કારીગરો પણ સારુ વર્ક કરે છે. અબધિ જવેલર્સના ઓનર રિકેન શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં અમારો શો-રૂમ આવેલો છે. આ વેડીંગ સીઝનમાં અમે સ્પેશ્યાલીસ્ટ જવેલરી લોન્ચ કરી છે. રાજકોટમાં પાંચમું એકઝીબીશન છે. અમારુ અત્યાર સુધી દરેક એકઝીબીશનમાં રાજકોટથી ખુબ જ સારો સપોર્ટ મળ્યો છે. સારા કલાયન્ટ મળ્યા છે.
આપણી દરેક જવેલરી ૨૨ હોલમાર્ક બીઆઈએસ ટાઈમ સાથે અને ઈટાલીયન જવેલરી ૨૮ કેરેટમાં હોલમાર્ક સરકાર માન્ય રહેશે. સૌથી પહેલા તો અમારે કોઈ પણ નવી ડિઝાઈન લાવવી હોય તે ડ્રો થાય તે ઉપર અમારી પાંચ વર્કરની ટીમ છે તે નકકી કરે કે નથી કામ કરવું કે શું. ભવિષ્યમાં ઈમ્પોટેડ સ્ટોન આખી જળાઉ કામની જવેલરી આવશે.
બી.આર.ડીઝાઈન જવેલરના ઓનર હાર્દિક શાહે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ખાસ અમોએ રોઝબોલના ક્ધસેપ્ટ પર અલગ વેરાયટી લાવ્યા છીએ. ડાયમંડ જવેલરી સ્પેશયલ ૩-ડી ઈફેકટમાં લાવ્યા છીએ. અમારી ખાસિયત એ છે કે ડીઝાઈની લઈ મેન્યુફેકચર્સ સુધી બધુ અમો કરીએ છીએ. કસ્ટમરને ખાસ સર્વિસ આપીને છીએ કોઈ વસ્તુ તુટી ગઈ હોય તો પહેલા અમે રીપેરીંગ કરીને આપીએ છીએ. અમારી ડાયમંડની જવેલરી ૧૮ કેરેટમાં હોય છે. તેમાં ૭૫૦નો હોલમાર્ક લાગે છે. ભવિષ્યમાં યંગ જનરેશનમાં રોજબરોજ જવેલરી પહેરી શકાય તેવું કંઈક લાવશું આજ સુધી અમોને ૪૨ એવોર્ડ મળ્યા છે.
બી.આર.ડીઝાઈનના ઓનર શ્રેય કોન્ટ્રાકટરે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે આ બીઝનેસની અંદર ૧૯૯૬ થી કામ કરીએ છીએ. અમદાવાદ અમારો શો-રૂમ આવેલ છે. મારી કંપનીનો મોટીવ છે કે જે ગોલ્ડ અફોર્ટ ની કરી શકતા. મોટા બજેટ ની હોતા તેવા લોકો માટે અલ્ટ્રા લાઈટ વેઈટ જવેલરી પ્રોડયુસ કરી છે. જેની અંદર ૧૦૦ ગ્રામનો ચેન ૬૦થી ૭૦ ગ્રામમાં મળી જાય અને બીઆઈઆઈએસ હોલમાર્ગ સોનુ અમારી કંપનીનો મુખ્ય પાવર છે. ડીઝાઈનર ડાયમંડ નકલેશ અને બીજુ રોઝ ગોલ્ડ કલેકશન આ બે વસ્તુ ખાસ છે અને આ બે નવું કલેકશન લઈ આવ્યા છીએ.
કે.આર.સન્સના ઓનર વિવેક ઓવડીયાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, બેસીક અમે મૌવાના છીએ અમારો સ્ટોર અમદાવાદ અને બરોડ એમ બે જગ્યાએ પ્રસિદ્ધ છે. અમે ખાસ લાઈટવેટ જવેલરી બનાવીએ બીએ બીજુ કલેકશન લોન્ચ કર્યું છે. એ અમારી ખાસ ડીઝાઈન છે. સામાન્ય રીતે અમે દાગીનામાં ચીપ સ્ટોન, એમ્રલડએ બધા યુસ કરીએ છીએ. ખાસ અત્યારે મોતી પર બધુ ક્ધવર્ટ ઈ ગયું છે. નેચરલ વસ્તુ જેવી કે મધર ઓફ પર્લ સહિતના નેચરલ કોન્સેપટની માંગ છે. રાજકોયમાં અમે બીજીવાર આવ્યા છીએ. અહીંના કસ્ટમરનો પણ આગ્રહ સારો હોય છે. રાજકોટ એક જવેલરીનું હબ કહી શકાય અને પબ્લીકનો પર ખુબજ સારો સમોર્ટ મળે છે.