સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર બ્લેક ધોતી સ્કર્ટ, સ્લીવલેસ ક્રોપ ટોપ અને ગોલ્ડન એમ્બ્રોઇડરી અને મિરર વર્કથી સુશોભિત અદભૂત જેકેટમાં પોઝ આપતા ફોટા શેર કર્યા છે. જેમાં તે હોટ અને સેક્સી લાગી રહી છે. તેમાં ગ્લેમર ઉમેરતા તેણીએ ગોલ્ડન હીલ્સ, ઝૂલતી ઇયરિંગ્સ અને રિંગ્સ સાથે એક્સેસરીઝ પેહરી. તેણીનો મેકઅપ તેણીની આંખો, ગાલ અને હોઠ પર સુંદર પીચ શેડ્સ સાથે તેના લક્ષણોને હાઇલાઇટ કરે છે. દેખાવમાં તીવ્ર આઈલાઈનર અને કાજલ દ્વારા વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જે તેની સુંદર આંખોને વધુ આકર્ષિત બનાવે છે.