સોનાક્ષી સિંહાએ પોતાના પાર્ટી લુકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બ્લેક બ્લેઝર અને મિની સ્કર્ટમાં અભિનેત્રી એકદમ ગ્લેમરસ લાગી રહી હતી. બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દરરોજ તે પોતાની લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. અભિનેત્રીએ આ આઉટફિટ સાથે લાઇટ મેકઅપ કર્યો છે અને પોતાની હેરસ્ટાઇલ ખુલ્લી રાખી છે. ડ્રેસની સાથે, અભિનેત્રીએ તેના પગમાં મેચિંગ સ્ટોકિંગ્સ પહેર્યા છે જે તેને વધુ બોલ્ડ લુક આપે છે. આ સાથે અભિનેત્રીએ હાઈ હીલ્સ પહેરી છે. જેમાં તે ખુબ સ્ટાઇલિશ લાગી રહી છે.