આ બનાવની વિગત એવી છે કે, ગઇ કાલ તા. ૧૦/૦૭/૨૦૧૯ ના રોજ જુદી જુદી આંગડીયા પેઢીના કર્મચારીઓ આંગડીયાનો માલ લઇને તુફાન ગાડીમાં ભાવનગર થી ઢસા-રાજકોટ જતા હતા અને રાત્રીના સવા દશેક વાગ્યે સોનગઢ તાબેના ઇશ્ર્વરીયા ગામના પાટીયા પાસે ચાર જેટલા ઇસમો પોલીસ ચેકિંગના નામે આંગળીયા કર્મચારીઓ તુફાન ગાડી ઉભી રખાવી આંગળીયા કર્મચારીઓને તેના થેલા સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહી તેઓ પાસે રહેલ લાલ કલરની ટોયટા ઇટીયોસ કાર રજી. નંબર GJ 1 CY 1563 માં ચારેક આંગડીયા કર્મચારીઓને બેસાડી તેમાથી ત્રણ કર્મચારીઓને કારમાંથી ત્યાજ ઉતારી આર. મહેન્દ્ર આંગડીયા પેઢીના કર્મચારી મનુભાઇ રામાભાઇ પટેલને કારમાં બેસાડી દેતા તેઓ પણ કારમાંથી ઉતરવા જતા તેઓને લાકડીના ઘુસા મારી કારમાંથી ઉતારી ફરિયાદી પાસે રહેલ થેલો લઇ ઇટીયોસ કાર લઇ નાસી છુટેલ ત્યારબાદ ફરિયાદી જે તુફાન ગાડીમાં જતા હતા તે ગાડી પાછળ આવતા ફરિયાદી તેમા બેસી થેલો લઇ ભાગેલ કારનો પીછો કરતા આરોપીઓની ઇટીયોસ કાર ઇશ્ર્વરીયા ગામ પાસે થોડે દુર મેલડીમાના મંદિર પાસે વળાંકમાં કાર મંદિર સાથે ભટાકાતા પાંચેય જણા કારમાંથી ઉતરી ફરિયાદીનો થેલો લઇને નાસવા જતા ફરિયાદી તથા તેની સાથેના માણસો તેનો પીછો કરતા થેલો મુકીને રાત્રીના અંધારામાં ખેતરોમાં નાશી ગયેલ અને ફરિયાદીને તેનો મુદ્દામાલ ભરેલ થેલો સહી સલામત પરત મળી ગયેલ અને બનાવની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલીક સ્થળ ઉપર પહોચી ગયેલ આ બાબતે ફરિયાદી મનુભાઇ રામાભાઇ પટેલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરાવેલ હતી.
ઉપરોક્ત ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા ભાવનગર પોલીસને સુચના કરતા ભાવનગર જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી ડી.ડી.ચૌધરી તાત્કાલીક બનાવ સ્થળે પહોચેલ અને બનાવની વિગતો મેળવી નાયબ પોલીસ અધિક્ષકશ્રી પાલીતાણા પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ભાવનગર L.C.B તથા S.O.G. તથા સોનગઢ તથા ઉમરાળા પોલીસની ની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ.
પોલીસ જુદી-જુદી ટીમો બનાવી બનાવ બાબતે માહિતી મેળવવાના પ્રયત્નો હાથ ધરેલ અને ફરિયાદી પાસેથી મળેલ હકિકત આધારે તથા આરોપીઓની ટોયટા ઇટયોસ કાર રજી. નંબર GJ 1 CY 1563 તથા તેના એન્જીન, ચેચીસ નંબર આધારે માલીકની વિગત મેળવી તથા ટેકનીકલ સોર્સ આધારે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ *
(૧) હારૂનભાઇ ફતેમહંમદ થૈબા/સંધી ઉ.વ.૪૫ રહે. રાજગઢી નગીના મસ્જીદની સામે તા. રાધનપુર જી. પાટણ
(૨) અલ્પેશભાઇ વિનુભાઇ પટેલ ઉ.વ.૩૩ રહે. ફીચોડ તા. ઇડર જી. સાબરકાંઠા
(૩) મુકેશભાઇ ચીમનભાઇ પટેલ ઉ.વ.૨૯ રહે. અમદાવાડ હીરાવાડી આશીર્વાદ ટેનામેન્ટની બાજુમાં C/૧ મુળ ફીચોડ
(૪) મથુરભાઇ મગનભાઇ પટેલ ઉ.વ.૪૯ રહે. સરદાર ચોક આશીર્વાદ ટેનામેન્ટ અમદાવાદ મુળ ફોડમ તા. ઇડર
(૫) અમરસંગ માવજીભાઇ પરમાર ઉ.વ. ૫૭ રહે. ઢાંકણકુંડા તા. શિહોર જી. ભાવનગર
(૬) અબ્દુલ્લા સુલેહમાન મરેડીયા ઉ.વ.૩૬ રહે. ભાગળ તા. જી. પાલનપુર
(૭) ફરહાનભાઇ રૂકમાનભાઇ કડીવાલા ઉ.વ.૩૩ રહે. ભાગળ તા. જી. પાલનપુર
જેમા આરોપી નં. ૧ ને આટકોટ ચોકડી ખાતેથી આરોપી નં. ૨ થી ૫ ને ઢાંકણકુંડા ગામે આરોપી અમરસંગના ઘરેથી તથા આરોપી નં. ૬ તથા ૭ ને અમદાવાદ ખાતેથી દબોચી સોનગઢ પોલીસ સ્ટેશન લાવી જરૂરી કાર્યવાહી/પુછપરછ કરી તમામને ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે. આરોપીઓ પાસેથી ગુન્હામાં વાપરેલ ટોયટો ઇટીયોસ રજી. નંબર GJ 1 CY 1563 કિ.રૂ. ૨૫૦૦૦૦/- તથા મારૂતી સ્વીફટ કાર નં. GJ 13 NN 9060 કિ.રૂ|. ૧૦૦૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧૦ કિ.રૂ|. ૧૨૫૦૦/- ના કબ્જે કરવામાં આવેલ છે.
આ સમગ્ર ઓપરેશન ભાવનગર જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી ડી.ડી.ચૌધરી સાહેબની સુચના હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પાલીતાણા પી.એ.ઝાલા સાહેબની માર્ગદર્શન હેઠળ S.O.G./L.C.B. પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા S.O.G. ના પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી તથા L.C.B. ના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એસ.એમ.રાણા તથા ઉમરાળા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. એચ.આર.પઢીયાર તથા એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસ તથા સોનગઢ તથા ઉમરાળા પોલીસ દ્રારા પાર પાડવામાં આવેલ હતું