મોરબીના પાવડીયારી મેગાટ્રોન સીરામીક ખાતે રહેતા યુવાનનો અગમ્ય કારણોસર ગળેફાંસો
અબતક, ઋષિ મહેતા, મોરબી
જેમાં માળીયા મિયાણા તાલુકાના ખીરઇ ગામે દારૂના બંધાણી વૃદ્ધને તેના પુત્રએ દારૂ ન પીવા બાબતે ઠપકો આપતા વૃદ્ધને મનમાં લાગી આવતા તેણે ઝેરી દવા ગટગટાવી મોતની શોડ તાણી હતી.ખીરઇ ગામે આવેલ ઉસ્માનભાઇ મીયાણાની વાડીએ મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા પાંગલીયાભાઇ જરખાભાઇ ભીલ (ઉ.વ.60 મૂળ જી.છોટાઉદેપુર)ને દારૂ પીવાની ટેવ હોઈ જેથી ઘરે વારંવાર કજિયા થતા હતા. આથી તેમના દીકરાએ દારૂ ન પીવા બાબતે પિતાને ઠપકો આપતા પોતાને મનમાં લાગી આવ્યું હતું જેને લઈને વાડીએ જંતુનાશક દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ અંગે પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. જેને પગલે માળીયા મિયાણા પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના પાવડીયારી મેગાટ્રોન સીરામીકના કારખાનામાં રહેતા નરેશભાઈ દિનેશભાઈ માલવી નામના 22 વર્ષીય યુવાને સીરામીક કારખાનાની ઓરડીમાં અગમ્ય કારણોસર જાતેથી ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર થયું છે. જેને પગલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.