આઠ માસથી પત્ની રિસામણે જતા રોષે ભરાયેલા જમાઈએ ખૂની ખેલ ખેલ્યો; બંને હાથમાં છરી સાથે આખા પરિવાર પર તૂટી પડયા નાસ ભાગ મચી ગઈ: રોષે ભરાયેલા ગ્રામજનોએ આરોપી પર કર્યો હુમલો
થાનના સરોડી ગામે રહેતી યુવતીના લગ્ન મૂળી તાલુકાના મૂળી ગામે થયા હતા. મુળી ગામના યુવકની પત્ની છેલ્લા આઠેક માસથી પોતાના પિયર રિસામણે આવેલી હોય તેનું મનદુ;ખ રાખી આરોપીએ આજે સવારે સાડા અગિયાર કલાક આસપાસ સરોડી ગામે આવી પોતાના સાસરે જઇ બે હાથમાં છરી લઇ પોતાના સસરા, સાસુ, સાડી, સાળો તમામ ઉપર છરીના આડેધડ ઘા કરતા આરોપીની સાળી અને સસરાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. અરેરાટી ફેલાઇ જવા પામી છે. આરોપીને પકડવા જતાં પોલીસને પણ હાથના ભાગે ઇજા થતા ચાર ટાકા આવ્યા છે.
થાન તાલુકાના સરોડી ગામે રહેતી મીનાબેન દામજીભાઈ ચાવડાના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલા મૂળી ખાતે હિતેશ ભરતભાઈ કોરડીયા સાથે થયા હતા.
લગ્ન થયા ત્યારથી મીનાબેનને સાસુ સસરા પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય, તેઓ છેલ્લા આઠ મહિનાથી પોતાના પિયર તફમિશ ગામે આવી પોતાના પિતા માતા સાથે રહેતા હતા ત્યારે આજે સવારે અચાનક હિતેશ સવારે ૧૧:૩૦ કલાકે આસપાસ મળી આવી પોતાના સસરાના ઘરમાં જઈ પોતાના સસરા હાથમાં આવતા દામજીભાઈ ઉપર છરી વડે હુમલો કરી પેટના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી ત્યારબાદ પોતાના સાસુ ઉષાબેન ઉપર હુમલો કરી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. ત્યાર બાદ પોતાના સાળા લલિત ઉપર હુમલો કરી તેને પણ ગંભીર ઇજા પહોંચાડી હતી.અને પોતાની સાડી સોનલબેન ઉ. વ. ૨૨ અને સસરા દામજીભાઈ ઉપર બંને છરી વડે હુમલો કરતાં તેનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ આરોપી પોતાના સસરાના ઘરમાં એક રૂમમાં પુરાઈ ગયો હતો જે રૂમને બહારથી બંધ કરી પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસ આવી રૂમને ખોલતા આરોપીએ બન્ને હાથમાં છરી રાખી ભાગવાનો પ્રયત્ન કરતાં અને પોલીસ પકડવા જતા પોલીસનાં હાથે પણ છરી અડી જતાં આંગળામાં ઈજા થવાનો બનાવ બનવા પામ્યો છે. આરોપીને પાંચ મહિનાનું બાળક પણ છે.
તમામ ઇજાગ્રસ્તોને વાંકાનેર ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા ડી.એસ.પી. મહેન્દ્ર બગડીયા ડી. વાય.એસ.પી. મુંધવા, એલસીબી એસ.ઓ.જી સ્ટાફ સાથે જિલ્લાની પોલીસ થાન પોલીસ મથકે ખડકી દેવામાં આવી હતી. આરોપી હિતેશ ભરત કોરડીયાની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે. આરોપીને માથાના તથા શરીરના જુદા જુદા ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. નાના એવા સરોડી ગામમાં એકી સાથે એક જ પરિવારના પાંચ પાંચ સભ્યો ઉપર હુમલાનો બનાવ બનતા ગામમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો અને ગ્રામજનો દ્વારા પોલીસની પ્રાઇવેટ ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે.આરોપી ને પોલીસે ઘર નું બારણું તોડી બ્હાર કાઢતાં પોલીસ ઉપર પણ છરી વડે હુમલો કર્યો હતો પોલીસે આરોપી ને જડપીયો હતો અને પોલીસ સ્ટેશન તરફ લાવી વધું તપાસ હાથ ધરીથાનગઢના સરોડી ગામે પતિએ તેણીની સાળીનું ખુન કરી, તેના સાસુ-સસરા તથા પત્નીને પણ ઇજા કરેલનો બનાવ બનતા તુરત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈ આરોપીને બચાવીને લઈ આવેલ છે. પોલીસે તાત્કાલિક પહોંચી જઈને મોબલિન્ચીગનો બનાવ બનતો અટકાવેલ છે.તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય છે.હાલે પોલીસ બંદોબસ્ત ચાલુ છે.થાનના સરોડી ગામે પત્ની ઘણા સમયથી રીસામણે હતી. પતિ સાસરીમાં આવી ચીડીયો હતો.
સરોડી ગામે પત્ની છેલ્લા સમયથી રીસામણે બેસી હોવાનાં મન દુખ રાખી પતિ છરી લઈને સરોડી ગામે પહોંચીયો હતો ત્યા માથાકુટ થતાં જમાઈએ સાસુ સસરા અને પત્ની સાળી ઉપર છરી વડે હુમલો કર્યો હતો હુમલા દરમિયાન સાળી નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારે સાસુ સસરા અને પત્ની ને પણ છરી વડે હુમલો કર્યો હતો તેવો ને ઈજાઓ થઈ હતી ત્યારે ત્રણેય ને સારવાર અર્થ રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારે સસરા ને છરીના ગંભીર ઘા લાગ્યા હોવાથી સારવાર દરમિયાન મોત નીપજતા મામલો પુત્રી બાદ પિતાનું પણ મોત નિપજ્યું હોવાનું સતાવાર ડોક્ટરે જાહેર કર્યું હતું બેબે મોતનાં સમાચાર થી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતોઆ બનાવની વિગત એવી છેકે મુળી ગામના આરોપી હિતેશભરતભાઈ કોરડીયાની પત્ની મીનાબેનને એમનાં પિયર સરોડી ગામે હતાં. ત્યારે બપોરના બારેક વાગ્યાના સુમારે આરોપી હિતેશ પોતાના સરોડી ગામે આવ્યો હતો આવીને સાસરીયા પંક્ષ ના લોકો સાથે બોલાચાલી થઈ હતી ત્યારે જમાઈ પોતાના હાથમાં છરી રાખીને સાસુ સસરા અને પત્ની સાળી ઉપર છરી વડે હુમલો કર્યો હતો આ બનાવમાં સાળી સોનલબેન દામજીભાઈ ચાવડા ઉંમર વર્ષ ૨૨.રહે સરોડી. અને સસરા દામજીભાઈ હરીભાઇ ચાવડા ઉંમર વર્ષ ૫૦.ને પેટનાં ભાગમાં છરી ના ઘા વાગતાં સારવાર અર્થ રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યા સારવાર દરમિયાન બંને ના મોત નિપજ્યા હતાં આ ઘટનામાં લલિતભાઈ દામજીભાઈ ચાવડા.સાળો. અને આરોપી હિતેશ કોરોડીયા ની પત્ની મીનાબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચતાં બંને ને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતાં આ ઘટનાનાં આરોપી હિતેશ ને પણ ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ રાજકોટ હોસ્પિટલમાં રીફર કરાયો હતો પોલીસે આરોપીનો કબજો મેળવીને પિતા પુત્રી ની હત્યા નો ગુનો દાખલ કરીને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી..