મોડી રાત સુધી મોબાઈલમાં ગેમ રમતા સગીરને ટપારતા કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરમાં ગોંડલ રોડ પર ખોડિયારપરામાં મોડીરાત સુધી મોબાઈલમાં ગેમ રમતા બાબતે પિતાએ ઠપકો આપતાં સગીર પુત્રને લાગી આવતા તેણે ફીનાઈલ ગટગટાવી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખોડિયારપરાના વિશાલ અરવિંદ પરમાર (ઉ.વ.17)એ ગતરાતે ફીનાઈલ પી લેતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ નહિ જાણ થતાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ વિશાલ રાત્રીના મોડે સુધી મોબાઈલમાં ગેમ રમતો હતો. જેથી તેના પિતા અરવિંદભાઈએ ગેમ રમવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી તેને લાગી આવતા ફિનાઇલ ગટગટાવ્યું હોવાનુ પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.