સોમનાથના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના જન્મદિવસ નિમિતે ગીર સોમનાથ જિલ્લા તેમજ વેરાવળ પાટણ શહેર કોંગેસ સમિતિ દ્રારા ભવ્ય મહા રક્ત દાન કેમ્પનું આયોજન તારીખ ૦૯/૦૮/૧૮ ને ગુરુવારના રોજ સમય ૪:૦૦ થી ૬:૦૦ કલાક સુધીનું ધારાસભ્યવિમલભાઈ ના જન્મદિવસ ના જ દિવસે ભવ્ય મહા રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેનું સ્થળ શ્રી લોહાણા મહાજન વાડી સટ્ટાબજાર વેરાવળ ખાતે રાખેલ છે. તો આપ સૌ સ્નેહી જનો તથા મિત્ર સર્કલ સાથે આ મહા રક્ત દાન કેમ્પ માં બ્લોડ ડોનેટ કરવા તથા શુભેચ્છા આપવા માટે જાહેર આમંત્રણ ગીર સોમનાથ જિલ્લા સમિતિ દ્રારા આપવામાં આવે છે.
આ સેવાકીય પ્રવૃતિ માટે બ્લડ ડોનેટ કરવા દરેક જ્ઞાતિ ના લોકો ને બહુળી સંખ્યામાં હાજર રહી બ્લડ ડોનેટ કરવા જાહેર નિમત્રણ આપવામાં આવે છે દરેક સમાજના આગેવાનો તથા કાર્યકરો અને ગીર સોમનાથના કોંગ્રેસ ના આગેવાનો તથા કાર્યકરો તેમજ દરેક જ્ઞાતીના આગેવાનો અને સામાજિક કાર્યકરો હાજરી આપવા અમારું ભાવભીનું જાહેર આમંત્રણ છે અને આ બ્લડ કેમ્પમાં સાંગાણી સુપર સ્પેશયાલિટી હોસ્પિટલ ના સર્જન ડોકટરો પણ તેમના સ્ટાફ સાથે તેમની સેવા આપશે ડો. દિવ્યેશ પટેલ (એમ.બી.બી.એસ.,ડી.એન.બી.) ડો. દિલિપ ચોચા(એમ.ડી પીડિયાટ્રિક) અને ડો. જી.જી. બુહા સાહેબ (એમ.એસ. જનરલ સર્જન) હાજર રહશે.