વેરાવળળ તાલુકાના નોન પ્લાન રોડ રસ્તાઓ બાબતે કરાયેલી ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાની રજુઆતને સફળતા મળી છે. સકડ કામગીરી માટે ૧ કરોડ ૪ લાખ મંજુર કરાયા છે. હવે વેરાવળના તાલુકાના ગામડાઓને સકડ સુવિધા મળશેને ગ્રામજનોએ હાશકારો થશે રસ્તાને મંજુરી મળ્યા ભાલપરા, મીઠાપુર, ચાંદખતાલ કંસારાની કાદી, પીપળીની કાદી,મેધપુરશ તથા આજુબાજુના ગામડાના લોકોને ઘણો ફાયદો થશે.
૯૦-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ પોતાની વિધાનસભા વેરાવળ તાલુકાનાં ધણાબધા નોનપ્લાન રોડરસ્તાઓ ની લેખિત તથા મૌખિક રજૂઆત ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ કરી હતી, જેને સફળતા મળતા રૂપિયા, ૧ કરોડ ૪૯ લાખ ની માતબર રકમ મંજૂર કરવામાં આવેલ, વેરાવળ તાલુકા ના ધણાબધા નોનપ્લાન રોડરસ્તાઓની રજૂઆતો કરેલ તે પૈકી મંજૂર થયેલા છે, (૧) મેધપુર એપ્રોચ ડામર તથા સી.સી. રોડ ૧.૭૦ કિલોમીટર , ૩૫.૦૦/ લાખ (૨) બાયપાસ થી ચાંદખતાલ ડામર તથા સી,સી, રોડ ૨.૫૦ કિલોમીટર , ૫૦.૦૦/ લાખ (૩) હિરેણ કોઝવે થી ભાલપરા ડામર તથા સી,સી, રોડ ૨.૬૦ કિલોમીટર , ૬૪.૦૦/ લાખ સાથે મંજૂર થયેલા છે, આ રોડરસ્તાઓ થી ભાલપરા, મીઠાપુર ચાંદખતાલ કંસારા ની કાદી, પીપળી ની કાદી, મેધપુર તથા આજુબાજુ ના ગામડાઓ ના લોકો ને આ રોડરસ્તાઓ બનવાથી ધણોબધો ફાયદો થશે, આ રોડરસ્તાઓ ની હાલ પરિસ્થિતી ખુબજ ખરાબ અને ભયજનક છે, અને ગોઠણડૂબ ખાડાઓ પડેલ છે, તથા અવરજવર માં તકલીફો પડે છે, આ રોડરસ્તાઓ ઉપર ભયજનક ખાડાઓના કારણે અકસ્માત ના બનાવો બને છે, આ રોડ રસ્તાઓ મંજૂર થવાથી ત્યાના લોકોની મુશ્કેલીમાં રાહત મળશે.
આ રોડરસ્તાઓ બાબતે ૯૦-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ને ત્યાના ખેડૂતો અને પ્રજાજનો એ રજૂઆતો કરેલ હતી, તે રજૂઆતો ને ધ્યાને લઈ ગુજરાત સરકારમાં ધારદાર રજૂઆતો કરી કે મારી વિધાનસભામાં વેરાવળ તાલુકાનાં ગામડાઓ ની પ્રજાજનો રોડરસ્તાઓ બાબતે હેરાન પરેશાન છે, અને મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે, જેથી આ રોડ રસ્તાઓ તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે તેવી ૯૦-સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની રજૂઆતો ને સફળતા મળતા આ રોડ રસ્તાઓ ને રૂપિયા ૧ કરોડ ૪૯ લાખ ની માતબર રકમ થી મંજૂર કરવામાં આવી છે.