સોમનાથ મંદિર પ્રથમ જયોતિલિંગ છે,વર્ષ પર્યક્ત કરોડો યાત્રીઓ આ પાવન ભુમિમાં આવતા હોય છે,તેઓને ઉચ્ચકક્ષાની સફાઇ અને અલૌકિક અનુભૂતિ થાય તેવા શુભાશયથી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલ, ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી તેમજ સર્વે ટ્રસ્ટીઓના માર્ગદર્શન સાથે જનરલ મેનેજર વિજ્યસિંહ ચાવડા સાહેબની સતત દેખરેખ હેઠળ સોમનાથ ટ્રસ્ટના સોમનાથ મંદિર,અન્ય મંદિરો, અતિથિગુહો ખાતે ટ્રસ્ટના સફાઇકામદારો ટાઠ-તાપ-વરસાદમાં પોતાનો એરિયા સ્વચ્છ રાખવા માટે સતત અડીખમ રહે છે. જે અંગે આવનાર દેશ-વિદેશના યાત્રીઓના માનસપટ પર અનેરી છાપ લઇ જતા હોય છે.આ કઠોર પરિશ્રમને ભારત સરકારના જલશક્તિ, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા બિરદાવવામાં આવેલ છે. જે અંતર્ગત શ્રેષ્ઠ સ્વચ્છ તિર્થધામ-૨૦૧૯’ એનાયત કરાયો છે. જેને લઇ ટ્રસ્ટના કર્મચારીઓમાં ખુશીનો માહોલ રચાયો છે.આ પ્રસંગે એચ.એમ.એસ સંલગ્ન સોમનાથ ટ્રસ્ટ કર્મચારી સંગઠન મંડળના પ્રમુખ-કારોબારી સભ્યો દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓને તથા મેનેજરને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.તેમજ એક વિશેષ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવનાર છે.સ્વચ્છ આઇકોનીક પ્લેસ ના માપદંડ નક્કી કરવામાં પણ ગુજરાત સરકારનો મહત્વનો ફાળો રહયો.આ તષ્ક શ્રી સોમનાથ ટ્રસ્ટ કર્મચારી સંગઠન દ્વારા ગુજરાત સરકારનો પણ આભાર માનેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.