પગલા નહિ લેવાય તો સોમનાથ ટ્રસ્ટની પ્રશંનિય વિકાસ પ્રવૃત્તિને ઝાંખપ લાગશે
પ્રભાસ પાટણ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત વ્યવસ્થાઓમાં આપણું કાંઇ થાશે જ નહીં અને કોઇ જાણે કહેવાવાળું જ ન હોય તેમ વ્યવસ્થાપન તંત્રના કર્મચારીની શિથીલતા ઘોર બેદરકારી વધતી જ જાય છે.
સોમનાથ ટ્રસ્ટની ગૌશાળામાં કોઇ એકલ દોકલ વ્યક્તિ અને તે પણ ત્યાં થોડાથી પણ વધુ સમય બેસી રહે તો તેને કોઇ ત્યાંનો કર્મચારી પુછતો નથી કે શું કામ અત્યારે છે અને હદ તો ત્યાં થઇ કે તે ગાયોની પાસે પણ ગયો અને બેઠો પણ છતાં કોઇ ટપારતું નથી અને તે પરિસરમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો તો ત્યાંના કંટ્રોલ સીસીટીવી દેખરેખ રાખનાર કે બેધડક ગૌશાળામાં પ્રવેશ જનાર સામે ગૌશાળાના તંત્રની ખૂબ જ બેદરકારી કહેવાય આ અગાઉ પ્રભાસ પાટણની ગૌશાળામાંથી કતલખાને ગાયો ચોરી લઇ જવાના કિસ્સા પોલીસ ફરિયાદમાં નોંધાયા છે. તો આવા બનાવ ન બને તે માટે સોમનાથ ટ્રસ્ટે તમામ પ્રકારની બેદરકારી-નિષ્કાળજી દાખવનાર કર્મચારી સામે પગલા લેવા જરૂરી છે.
આ અગાઉ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત સોમનાથ મંદિર પાસેના મોબાઇલ લોકર લગેજ બોક્સમાંથી બેધડક-છડેચોક મોબાઇલોની ચોરી થવા પામેલ જેમાં પણ બારણું કેમ ખુલ્લું રાખી બેદરકારી દાખવી કેવી રીતે બેદરકારી જાળવી તે બાબતમાં પણ કોઇ અસરકારક પગલા લેવાયા નહીં જેથી જવાબદાર કર્મચારીઓ હવે માને છે કે આપણું કાંઇ થશે નહીં.
આ અગાઉ બિલ્વવન પાસે જ પ્રભાસ-પાટણ પોલિસે દારૂનો જથ્થો પકડેલ આવી તમામ બાબતોમાં જવાબદારોનો ખોટો બચાવ કે તેની બેદરકારી અંગે કંઇ કરવામાં જ નહીં આવે તો અશિસ્ત અને બેકાળજી વધશે. જેથી સોમનાથ ટ્રસ્ટની સારી અને પ્રશંશનીય વિકાસ પ્રવૃત્તિને આવા તત્વોથી ઝાંખપ લાગશે.