માત્ર ૧૧ હજારમાં આ સુવિધાનો લાભ લઇ શકાશે
સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટરમાં લગ્ન મંગળ હોલ ની સુવિધા શરુ કરવામાં આવી છે. વધતા જતાં ખર્ચાળ લગ્ન પ્રસંગોથી સામાન્ય પરિવારના લોકોને પરવડે તેવા નજીવા ખર્ચમાં વેદોકત, પુરાણોકત લગ્નવિધી બે કલાકના સમયમાં સંપન્ન થાય તેવું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. માત્ર રૂા. ૧૧ હજારમાં આ સુવિધાનો લાભ લઇ શકો છો.લગ્નવિધિ માટે આપને સુશોભિત તેમજ આધુનિક લગ્નહોલ:, લીફટ, સ્ટેજ, ચોરી, મહારાજા ખુરશી, લગ્નવિધિની સામગ્રી, પરીશુઘ્ધ બ્રાહ્મણ, મહેમાનો માટે ખુરશીની વ્યવસ્થા, દ્વાર- તોરણ, લગ્નછાબ, પ૦ નંગ ફોટોગ્રાફસ, તેની ડેટા સીડી, સંસ્થાનું પ્રમાણપત્ર, ગવર્મેન્ટ મ્યુનીસીપલ લગ્ન નોંધણી પ્રમાણપત્ર, શ્રી સોમનાથજીની પ્રસાદી, વર ક્ધયા માટે ફુલહાર, રપ૦ ગ્રામ મીઠાઇ, ખેસ (૦ર મીટર) આંતર પટ જેવી સુવિધા આ લગ્ન મંગળ હોલમાં મળશે. આ સુવિધાનો લાભ લેવા માટે યાત્રી સુવિધા ભવન, માહેશ્ર્વરી ભવનની સામે રુબરુ તેમજ મો. નં. ૯૯૭૮૬ ૮૬૯૬૬ ૮૬૯૬૬ પર સંપર્ક કરવા ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.