મુંબઇ નાથદ્વારા નારાયણ સરોવર એસ.ટી. સુવિધાથી વચીત: મુંબઇની ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત
બંદર અને ઉધોગ શ્રેત્રે વડામથક વેરાવળ અને યાત્રાધામ સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં થી સોમનાથ થી મુંબઈ ની નારાયણ સરોવર સુધી ની તેમજ સોમનાથ નાથદ્વારા રૂટ ની બસ સેવા માટે અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી દ્વારા થયેલ રજુઆત યાત્રાધામ સોમનાથ મહાદેવ ના દર્શન માટે આવતા યાત્રીઓ ને મુંબઈ તરફ જવાની એકપણ એસ ટી સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે યાત્રીઓ ને મોટી મુશ્કેલીઓ પડી રહેલી છતાં તંત્ર દ્વારા આ બાબતે સમર્થન ન મળતા મુશ્કેલી સાથે આ સુવિધા થી વંચીત રહેવું પડે છે યાત્રાધામ સોમનાથ થી મુંબઈ જવા માટે વોલ્વો એસી એસ ટી સુવિધા તેમજ સોમનાથ થી મુંબઈ ની તેમજ માતાના મઢ આશાપુરા માતાજી ના દર્શન ને જોડતી સોમનાથ નારાયણ સરોવર તેમજ સોમનાથ અમદાવાદ નાથદ્વારા સુધી ની બસ સેવા માટે વોલ્વો એસી બસ શરૂ થાય તેવી માંગ છે.
સોમનાથ મહાદેવ ના દર્શન માટે ની આરામ દાયક મુસાફરી નો લાભ મળે તેમજ સોમનાથ ભુજ માતાના મઢ નારાયણ સરોવર સુધી ની વોલ્વો એસી એસ ટી સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે યાત્રીઓ આ તરફ જવાં માટે તેમજ ટુરીસ્ટો આવતા યાત્રીઓ મોટી મુશ્કેલીઓ પડી રહેલી છતાં એસ.ટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ તસદી ન લેવા તા યાત્રીઓ ને પ્રાઈવેટ બસો ની રૂપિયા ખર્ચીને જોખમી મુસાફરી કરવી પડતી હોય છે
જેમાં સોમનાથ મુંબઈ ની વોલ્વો બસ ની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે મુંબઈ તરફ ના ટુરીસ્ટ ને સોમનાથ આવવાં માટે એસ.ટી બસો ની ફાળવણી ન હોવાને કારણે યાત્રીઓ ને મોટી મુશ્કેલીઓ પડી રહેલી છતાં તંત્ર દ્વારા આ બાબતે સમર્થન મળે તેવી માંગ મુંબઈ થી ઉચ્ચકક્ષા એ રજુઆત ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના દ્વારા વાહન વ્યવહાર અધિકારી તેમજ એસ.ટી ના મેનેજીંગ ડિરેકટર સોનલબેન મિશ્રા ને પત્ર પાઠવીને કરાઈ છે.